ડાંગ : વનવિભાગે 1 લાખ રૂપિયાની કિંમતનો સાગી લાકડાનો સંગ્રહિત કરેલો જથ્થો ઝડપી પાડ્યો

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ): આજ રોજ લવચાલી રેન્જ ના લવચાલી 2 ના બીટ ગાર્ડ તથા રોજમદાર દ્વારા જંગલ વિસ્તાર માં જંગલ ફેરણુ દરમ્યાન સાગી ખૂંટ નંગ 6 મળી આવતા બાતમી દ્વારા જાણવા મળેલ કે ધુડા ગામ ના લક્ષયાં ભાઈ અન્ત્યા ભાઈ ગાયકવાડના ઘરે સાગી લાકડાંનું વેરકામ ઇલેક્ટ્રિક કટર મશીન દ્વારા કરી ને સાગી ચોરસા સાઈઝ બનાવવા માં આવે છે. જેના આધારે લવચાલી રેન્જ સ્ટાફ, રોજમદાર તથા મજૂરો ને સાથે રાખી તપાસ કરતા લક્ષયાં ભાઈ અન્ત્યા ભાઈ ગાયકવાડ રહે. ધુડા તથા શંકરભાઈ શાંતુ ભાઈ ચોર્યા રહે. ચીખલી દ્વારા સાગી લાકડાં નું વેરકામ ચાલતુ હતું પરંતુ સ્ટાફ ને જોઈ ને બંને આરોપીઓ મશીન લઇ ને ભાગી ગયેલા અને જગ્યા પર થી વેરાયેલ સાગી સાઈઝ નંગ 21અંદાજિત 1.457 ઘન મીટર સાગી લાકડા નો આશરે 1 લાખ રૂપિયા ની કિંમત નો ગેરકાયદેસર સંગ્રહિત કરેલો જથ્થો રેન્જ સ્ટાફ દ્વારા ઝડપી પડ્યો હતો. આ બાબતે તપાસ કરતા જાણવા મળેલ કે આ જગ્યા પર ભરત ભાઈ આવસુ ભાઈ ચૌધરી પણ વેરકામ ઇલેક્ટ્રિક મશીન દ્વારા ધુડા માં ગુના કામ ના સ્થળે સાગી લાકડા ના વેરકામ કરવા માટે આવેલા જેના આધારે ચીખલી ગામ માં તપાસ કરતા તેમના ઘરે થી સાગી લાકડા વેરવાનું મશીન મળી આવતા તેને જપ્ત કરી તેઓની અટક કરેલ. તથા સદર ગુના કામ અન્વયે કાયદેસર નો વન ગુન્હો નોંધી ને ભારતીય વન અધિનિયમ 1927 અને બોમ્બે ફોરેસ્ટ રૂલ્સ ની કલમો લગાવવામાં આવીને નામદાર સુબીર કોર્ટ માં હાજર કરતા તેઓને જામીન પર છોડવા માં આવેલા હતા. તથા અન્ય 2 આરોપી ઓ ભાગી છૂટતા તેઓને પકડવા માટે વિવિધ ટીમ બનાવી શોધખોળ કરવામાં આવી રહી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other