ડાંગ જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંઘના પ્રતિનિધિ મંડળ દ્વારા પડતર માંગણીઓને લઈને ડાંગ કલેક્ટરને આવેદનપત્ર અપાયું

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ): ગુજરાત રાજ્ય આશ્રમશાળા કર્મચારી સંઘ વતી ડાંગ જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંઘના પ્રતિનિધિ મંડળ દ્વારા ડાંગ કલેક્ટરને આશ્રમશાળાના કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોનું સત્વરે નિકાલ આવે તે માટે આવેદનપત્ર સુપ્રત કર્યુ હતું.

આશ્રમશાળાના કર્મચારીના વિવિધ પ્રશ્નો જેવા કે ૪૨૦૦ ગ્રેડ પે, આશ્રમશાળામાં ફરજ બજાવતા વિદ્યા સહાયકોની સળંગ નોકરી ગણવા બાબત, અલગ ગૃહપતિ- ગૃહમાતાની ભરતી બાબત સાતમા પગાર પંચનો લાભ, પગારની વિસંગતતા બાબતે, ૨૦૦૩-૦૪ સુધી પુરા પગારે ભરતી થયેલા કર્મચારીઓના ઉચ્ચત્તર પગારધોરણ મંજૂર કરવા, આશ્રમ શાળાના કર્મચારીઓની આંતરિક બદલીનો લાભ, ૭ માં પગાર પંચના તફાવત નાણાં ચૂકવવા, ખાલી પડેલ શિક્ષક, કર્મચારીઓની ભરતી કરવા વગેરે વિવિધ માંગણીને સત્વરે નિકાલ લાવવા જણાવાયું હતું. પ્રશ્નોનો બે માસ સુધીમાં ઉકેલ ન મળશે તો ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other