તાપી : તાલુકાં, જિલ્લા પંચાયતની વર્ષ 2020માં યોજાનાર સામાન્ય ચૂંટણીમાં રોટેશન પધ્ધતિએ અનામત બેઠકોમાં ફેરફાર કરાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા તાપી જિલ્લાની તાપી જિલ્લા પંચાયત તેમજ ડોલવણ, નિઝર, કુકરમુંડા, સોનગઢ, ઉચ્છલ, વાલોડ અને વ્યારા તાલુકા પંચાયતોની અનામત બેઠકોની વારાફરતી ફાળવણીના આદેશ તા.૦૯-૦૯-૨૦૨૦ના રોજ બહાર પાડવામાં આવ્યાં છે.
સને ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ વિકાસ કમિશનર, ગુજરાત રાજય ગાંધીનગર તરફથી તાપી જિલ્લા પંચાયતની બેઠકોની કુલ સંખ્યા તથા તે પૈકી અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ અને સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગની અને તે માટેની સ્ત્રીઓ માટે અનામત બેઠકો તથા સામાન્ય વર્ગની સ્ત્રીઓ માટેની અનામત તથા બિન અનામત સામાન્ય બેઠકો વર્ષ ૨૦૧૫ની સામાન્ય ચૂંટણી માટે બેઠકો નકકી કરવામા આવી હતી. જે બેઠકોમાં ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯, કલમ 11ની જોગવાઈ તથા રાજય ચૂંટણી આયોગની સૂચના મુજબ બીજી સામાન્ય ચૂંટણી માટે અનામત બેઠકોની ફાળવણી કરવા અંગે રોટેશન ( Rotation ) કરવાનું હોય છે. જે અંગે નવા રોટેશન મુજબ તાપી જિલ્લાની તાપી જિલ્લા પંચાયતની નવેસરથી નક્કી કરવામાં આવેલ બેઠકોમાં અગાઉ નક્કી કરવામાં આવેલ મતદાર મંડળોની સંખ્યા અને અનામત બેઠકોની સંખ્યામાં કોઈ ફેરફાર થયેલ નથી. તથા અગાઉ નક્કી કરવામાં આવેલ અનામત બેઠકોના પ્રકારમાં કુલ 26 બેઠકો પૈકી ૧૨ બેઠક અનુસૂચિત આદિજાતિ ને સ્થાને ૧૧ બેઠક અનુસૂચિત આદિજાતિ ને ફાળવેલ છે જ્યારે રોટેશન બાદ ૧ બેઠક સા.શૈ.પછાત વર્ગને ફાળવવામાં આવી છે.