તાપી જિલ્લામાં સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર કાર્યરત

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(માહિતી બ્યુરો, વ્યારા) : તા.૦૯ઃ ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના રમતવીરો/ખેલાડીઓ ને રોજગારી પ્રદાન કરવાના આશયથી સ્પોર્ટસ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર યોજના – ૨૦૨૦-૨૧ અંતર્ગત તમામ જિલ્લામાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીઓ ખાતે સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે.
તાપી જિલ્લામાં સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન બ્લોક નં,૬ પ્રથમ માળ પાનવાડી, વ્યારા જિ.તાપી ખાતે કાર્યરત કરવામાં આવેલ છે.
ઉપરોક્ત સેન્ટર ખાતે જિલ્લાના રાજ્ય,રાષ્ટ્ર તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પદક વિજેતા ૧૮ થી ૩૦ વર્ષની વયના ખેલાડીઓ/રમતવીરો કે જેઓ પાસે નોકરી નથી અને નોકરી કરવાની ઇચ્છા ધરાવતા હોય તે રમતવીઓને આ સેન્ટર ખાતે પોતાના નામ, જન્મ તારીખ, આધારકાર્ડ નંબર, સરનામું, મોબાઇલ નંબર. ઇ-મેઇલ એડ્રેસ તેમજ શૈક્ષણીક લાયકાતો, મેળવેલ સિધ્ધીઓની માહિતી આપવાની રહેશે. આ સેન્ટર ખેલાડીઓ/રમતવીરોને નોકરી મેળવવા માટે માર્ગદર્શન આપશે અને મદદરૂપ થશે. જેથી જિલ્લાના વધુમાં વધુ ખેલાડીઓ/રમતવીરો આ યોજનાનો લાભ મેળવે તે માટે જિલ્લા રમત-ગમત અધિકારી,વ્યારા જિ.તાપી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other