સુરતનાં મહુવા મામલતદાર કચેરીમાં આવતી અનામત બેઠકોમાં ફેરફાર કરાતા આમઆદમી પાર્ટીએ આપેલું આવેદનપત્ર
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજે તારીખ ૮મીના મંગળવારના સુરત જિલ્લા પંચાયત હેઠળ આવતી મહુવા તાલુકાની ૪ બેઠકો સામાન્ય જાહેર કરતા, તેના વિરોધમાં જન આક્રોશનાં હિસાબે આમ આદમી પાર્ટી દ્વારા મહુવાના મામલતદાર ભારતીબેન રાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમા સર્વશ્રી બટુકભાઈ વાડદોરીયા, સુરત જિલ્લા પ્રમુખ, જીગ્નેશભાઇ વાટલીયા, ઉપપ્રમુખ મન્નાનભાઇ પટેલ, જિલ્લા લઘુમતી સેલનાં પ્રમુખ સંગીતાબેન ચલોડીયા, હિતેશભાઇ સાવલીયા, મિનેશભાઇ પટેલ, જીગરભાઇ, પ્રકાશભાઇ, ભાવિનભાઇ પટેલ, વગેરે હાજર રહ્યા હતા.