ડાંગ જિલ્લામાં વધુ એક કેસ પોઝીટીવ આવતા આંક 65 પર પહોંચ્યો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાની ગલકુંડ પી.એચ.સી.પર સ્વીપર ની ફરજ બજાવતા યુવક સુરેન્દ્રનગર થી પરત આવતા તેઓનો કોરોના ટેસ્ટ કરાવતા પોઝીટીવ આવ્યો હતો આ કેસ પોઝીટીવ આવતા ડાંગ જિલ્લાનો પોઝીટીવ આંકડો 65 પર પહોંચ્યો હતો
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ કબ્રસ્થાન વિસ્તારમાં રહેતું એક 32 વર્ષિય યુવાન જે આહવા તાલુકાના ગલકુંડ ખાતે આવેલ પી.એચ.સી. ખાતે સ્વીપર તરીકે ફરજ બજાવે છે તે બે દિવસ પહેલા કામ અર્થે સુરેન્દ્રનગર ગયો હતો અને ત્યાંથી પરત ફરતા તેનું કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેનું રિપોર્ટ સોમવારે પોઝીટીવ આવતા આ યુવાન ને આવતા ખાતે આવેલ કોરોના કોવિડ કેયર સેન્ટર ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવતા ડાંગ જિલ્લાનો પોઝીટીવ આંકડો 65 પર પહોંચ્યો છે જ્યારે ડાંગ જિલ્લામાં હાલે 10 કેસ એક્ટિવ છે અને 787 લોકો કોરોન્ટાઇન છે
ડાંગ જિલ્લામાં કોરોના ના સંક્રમણ ને અટકાવવા જિલ્લામાંથી બાહર જઈ પરત ફરતા તેમજ કામ ધંધે બાહર નોકરીએ જઈ પરત ફરતા લોકોના ટેસ્ટ પર વધુ ભાર અપાઈ રહ્યો છે જોકે બાહર ફરી આવતા લોકોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આહવા જિલ્લા તંત્ર હાશકારો મેળવી રહ્યું છે.