વઘઇ તાલુકાના સી.આર.સી. ચિકાર અને કોસમાળ શાળાનું ગૌરવ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  : રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી તાલુકા જિલ્લા અને રાજ્ય ક્ક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપી શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા હતા ત્યારે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા માં સમાવિષ્ટ કોસમાળ શાળાના ઉપશિક્ષક સમીરભાઈ પટેલને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ તેમજ ચિકાર કેન્દ્રના સી. આર. સી. કૉ. ઓર્ડીનેટરશ્રી ચુનીલાલ આર. ઠાકરેને જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડમાં ભાગ લેવા બદલ સન્માન પત્ર ‘૫’ મી સપ્ટેમ્બર ના રોજ વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી માનનીય ગણપતસિંહ વસાવા તથા માન. કલેકટર સાહેબના વરદહસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. તાલુકા પસંદગી સમિતિ દ્વારા એમણે કરેલ ઉત્તમ શૈક્ષણિક કાર્ય તેમજ અન્ય શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ વગેરે વિવિધ પ્રવૃતિઓમાં શ્રેષ્ઠ કામગીરી બદલ શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી થતાં કેન્દ્રના તમામ શિક્ષકો તથા સી. આર. સી કૉ. ઓર્ડીનેટર. ચુનીલાલ ઠાકરે, બી. આર. સી કૉ. ઓર્ડિ. શૈલેષભાઈ માહલા તથા ડાયટના આચાર્ય ડૉ. બી. એમ. રાઉત સાહેબ તેમજ પ્રા.શિ અધિકારીશ્રી ભુસારા સાહેબ, નાયબ ડી. પી. ઓ. નરેન્દ્રભાઈ ઠાકરે સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ ગામના લોકોના સાથ સહકારથી આ સિધ્ધી પ્રાપ્ત કરેલ છે. તે બદલ જિ.પં.શિક્ષણ સમિતિ, ડાયટ પરિવાર, સી. આર. સી, બી.આર.સી તથા ગામની એસ.એમ.સી તેમજ કેન્દ્રના તમામ શિક્ષક ભાઈઓ તથા બહેનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other