નિઝર ખાતેથી પોલીસે બાઇક ઉપર લઈ જવાતો વિદેશી દારુનાં જથ્થા સહિત બે ને ઝડપી પાડ્યા

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જિલ્લામાં નિઝર ખાતે વૃંદાવન નગર પાસે રસ્તા ઉપર થી નિઝર પોલીસ વિદેશી દારૂનો જથ્થા સહિત કુલ ૫૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરી બાઇક ઉપર વિદેશી દારુની હેરફેર કરનારા બે આરોપીઓ ઝડપીને વિદેશી દારુ મંગાવનાર તથા મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા છે.
નિઝર પોલીસ મથકે નોંધાયેલા ગુના મુજબ, આજરોજ તારીખ ૫મી સપ્ટેમ્બર સવારે 11 કલાકના અરસામાં નિઝરના વૃંદાવન નગરના જાહેર રસ્તા ઉપરથી નિઝર પોલીસે બે આરોપીઓએ હોંડા કંપનીની સાઈન મોટર સાયકલ નં . MH – 18 AH – 7225 ઉપર બે ટ્રાવેલ બેગ તથા બે સ્કુલ બેગમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની 75OML વાળી કાચની બોટલ નંગ -૩૮ કિ.રૂ .૨૯,૬૦૦ / – તથા બર્ડ વાઈઝર બિયર નંગ -૦૪ ની કિ.રૂ .૭૪૦ / – મળી કુલ મુદ્દામાલની કિ.રૂ .૩૦,૩૪૦ / – તથા આરોપીઓ પાસેથી કબજે કરેલ ઓપો કંપનીનો F7 મોબાઈલ કિ.રૂ .૫,૦૦૦ / – તથા જીઓ કંપનીનો સાદો મોબાઈલ કિ.રૂ .૫૦૦ / – તથા ચાર બેગ કિ.રૂ .૦૦ / ૦૦ તેમજ મો.સા.ની | કિ.રૂ .૧૫,૦૦૦ / – મળી કુલ્લે મુદ્દામાલની કિ.રૂ .૫૦,૮૪૦ / – નો મુદ્દામાલ વગર પાસ પરમીટનો પ્રોહી મુદ્દામાલ હેરફેર કરતાં પકડી પડયા હતાં. આ મુદ્દામાલ બાબતે પુછતા મુદ્દામાલ સુરત શહેર ખાતેના સમીરભાઈ પુરા નામની ખબર નથી રહે.ગુજરાત ગેસ સર્કલ , સુરત જેનો મો.નં .૮૮૮૮૯૩૬૧૨૨ નાઓને નંદુરબારથી લઈ તેમને પહોંચાડનાર હતા. જે મુદ્દામાલ મોકલનાર તથા મુદ્દામાલ મંગાવનાર આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કરેલ છે. ગુનાની વધુ તપાસ નિઝર પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સ એન.ઝેડ. ભોયા કરી રહ્યા છે.

આરોપીઓનાં નામ અને સરનામા :-
( ૧ ) વિજયભાઈ પંડિતભાઈ પાટીલ રહે . જુના બેલ બજાર , ગુંઠ્ઠી ગલી નંદુરબાર તા.જી.નંદુરબાર ( મહારાષ્ટ્ર )
( ૨ ) દિપકભાઈ પ્રકાશભાઈ ગ્યાસિંગ ( સિંધી ) રહે . શિંધી કોલોની નંદુરબાર તા.જી.નંદુરબાર ( મહારાષ્ટ્ર )
વોન્ટેડ :-
( ૩ ) સમીરભાઈ પુરા નામની ખબર નથી જેનો રહે.ગુજરાત ગેસ સર્કલ , સુરત

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other