તાપી : વ્યારાના નાની ચિખલી ગામેથી પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા ) : શ્રીમતિ સુજાતા મજમુદાર પોલીસ અધિક્ષક શ્રી જી.તાપી નાઓએ તાપી જીલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી જુગાર તથા પ્રોહીને પ્રવૃત્તિઓ નેસ્ત નાબુદ કરવા સારૂ પ્રોહી તથા જુગારની ડ્રાઇવ રાખેલ હોય જે અનુસંધાને આજરોજ શ્રી ડી.એસ. લાડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર LCB તથા અ.હે.કો. અનિલભાઇ રામચંદ્રભાઈ તથા અ.હે.કો. સંજયભાઇ ચિમનભાઇ તથા અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ તથા ડ્રા.પો.કો. સુનિલભાઇ ખુશાલભાઇ તથા ડ્રા.પો.કો. અનિલભાઇ ઠગુભાઇ તથા બે પંચોનાં માણસો સાથે સરકારી તથા ખાનગી વાહનોમાં બેસી વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં તે વખતે સાથેનાં અ.હે.કો , અનિલભાઇ રામચંદ્ર તથા અ.હે.કો. સંજયભાઇ ચિમનભાઇ નાઓને સંયુક્ત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે , ચોરવાડ ગામ તરફ થી ચિખલી ગામ તરફ જવાના રસ્તાં ઉપર એક પલ્સર મોટર સાયકલ ઉપર બે ઇસમો વચ્ચેના ભાગે કંતાનનાં કોથળામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઇને નિકળેલ છે . જેવી બાતમી આધારે મોજે નાની ચિખલી ગામે નાગદેવ ફળીયામાં નાકાબંધી માં હતાં તે વખતે ચોરવાડ તરફથી GJ – 19 – AN – 4004 નંબરની બજાજ કંમ્પની ની પલ્સર ઉપર બે ઇસમો સવાર થઇને આવતાં તેને લાકડીનાં ઇશારે રોડની સાઇડમાં ઉભી રાખી તેઓને સોશીઅલ ડિસ્ટન્સ જાળવવા સમજ કરી તેઓનાં નામ ઠામ પુછતાં ચાલકે પોતાનું નામ ( ૧ ) સ્મિતભાઇ નિલેશભાઇ ચૌધરી રહે.વીરપુર ગામ પુલ ફળીયુ તા.વ્યારા જી.તાપીનો હોવાનું જણાવેલ અને પાછળ બેસેલ ઇસમનું નામ ઠામ પુછતાં તેણે પોતાનું નામ ( ૨ ) સુનિલભાઇ વિરસિંગભાઇ ગામીત રહે.નાની ચિખલી દાદરી ફળીયુ તા.વ્યારા જી.તાપીનો હોવાનું જણાવેલ જેથી તેમની વચ્ચે મુકેલ કંતાનનો કોથળો ખોલીને જોતાં તેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની – મોટી બાટલી નંગ -૪૮૮ જેની કિંમત રૂપિયા -૨૮,૦૦૦ ગણી શકાય તે મળી આવેલ જે પ્રોહી મુદામાલ તથા પલ્સર મોટર સાયકલ નંબર GJ – 19 – AN – 4004 ની કિંમત રૂપિયા ૫૦,૦૦૦ / – મળી કુલ્લે કિંમત રૂપિયા -૭૮,૦૦૦ / – નો મુદ્દામાલ કબજે કરેલ છે. અને પકડાયેલ પ્રોહી મુદ્દામાલ એમ.ડી.વાઇન શોપનો વિજયભાઇ રહે.નવાપુર તા.નવાપુર જી.નંદુરબાર ( મહારાષ્ટ્ર ) નાઓ પાસેથી લાવેલ હોય અને શોભનાબેન મહેન્દ્રભાઇ ઢોડીયા પટેલ રહે.વ્યારા સિંગી ફળીયુ ફાટક પાસે તા.વ્યારા જી.તાપી તથા અજયભાઇ ઉર્ફે બાબલ્યો છોટુભાઇ ગામીત રહે.કરંજવેલ દેવળ ફળીયુ તા.વ્યારા જી.તાપીનાઓ ને આપવાનો હોય જેથી માલ આપનાર તથા મંગાવનાર ને વોન્ટેડ જાહેર કરેલ છે . અને હાલમાં કોરોના મહામારી અનુસંધાને નામદાર હાઇકોર્ટની ગાઈડ લાઈન મુજબ આરોપીની મેડીકલ તપાસણી કરાવી અટક કરવાની કાર્યવાહી કરવાની હોય જેથી પકડાયેલ આરોપીઓનું મેડીકલ કરાવવા તજવીજ કરવા તથા આગળની વધુ તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશન તરફ મોકલી આપેલ છે .
આમ ઉપરોકત ગુનાના કામે શ્રી.ડી.એસ.લાડ ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી.તાપી તથા તેમની ટીમને પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે ,