માંગરોળ તાલુકાના વાંકલ હાઈસ્કુલનું ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ એન.ડી. દેસાઈ હાઇસ્કુલમા ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પાસ કર્યા બાદ ઉચ્ચ શિક્ષણ અભ્યાસ માટે મેડિકલ તથા એન્જિનિયરિંગ ક્ષેત્રે વધુ અભ્યાસ માટે પુરક કસોટી લેવાય છે જે ગુજકેટ-2020ની પરીક્ષામા એન.ડી. દેસાઈ હાઇસ્કુલ વાંકલમાં પ્રથમ ક્રમે કડીવાળા રિઝા દિલાવર ખાન (75/120), દ્વિતીય ક્રમે ચૌધરી પ્રિતેશ કુમાર પરેશભાઈ (51.25 / 120 ), તૃતીય ક્રમે ચૌધરી પ્રિયાંશી કુમારી અશોકભાઈ (48.50/120) આવેલ છે જે બદલ શાળાના આચાર્યશ્રી પારસભાઈ મોદી અને શાળા પરિવાર તથા સમગ્ર કેળવણી મંડળ દ્વારા પ્રથમ આવનાર વિદ્યાર્થીને અને બીજા, ત્રીજા ક્રમે આવનાર તમામને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. વધુમાં માંગરોળ તાલુકાના વાંકલ ગામની એન.ડી. દેસાઈ હાઇસ્કુલનાં આચાર્યશ્રી પારસભાઈ મોદીએ તમામ વિદ્યાર્થીઓને તેમનાં ઉજવવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવી સાથે જ પ્રયત્ન બાદ મળતી સફળતા એ તમામ ઓછા માર્ક લાવનાર વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે પરિણામ આપણામાં ધ્યેય પ્રાપ્તિ માટે આપણને વધુ તીવ્ર અને મહત્વકાંક્ષી બનાવે છે.