ડાંગ જિલ્લામાં નવ નિયુક્ત પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ લોકજાગૃતિ કેળવવા ગ્રામજનોની મુલાકાત લીધી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાં નવ નિયુક્ત પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા આજરોજ નાનાપાડા પ્રાથમીક શાળામાં તેમજ નાનાપાડા ગ્રુપ ગ્રામ પંચાયત સમાવિષ્ટ આંબાપાડા આહેરડી, બોર દહાડ, શિવારી માળ, કુમાર બંધ ગામના આગેવાનો ગ્રામજનો સાથે જનજાગ્રતાને અગ્રસ્થાન આપી મુલાકાત લીધી હતી
આ મુલાકાત દરમિયાન સાયબર તથા એકના ડબલ પૈસા કરી આપવાની લોભામણી સ્કીમોમાં ની ચુંગાલમાં ન ફસાવા તેમજ અન્ય કુરિવાજો નો ત્યાગ કરવા લોક જાગૃતિ કેળવવામાં આવી હતી તેમજ નાના પાડા ગ્રુપ ગ્રામ પંચાયતના ગામોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અને વ્યવસ્થાને લાગતા કોઈ પણ પ્રશ્નો બાળકો તેમજ મહિલાઓને લગતી સમસ્યાઓની ખુલા દિલે નીસંકોચ એ ચર્ચા કરવા ડાંગ જિલ્લા પોલીસ વડા દ્વારા અપીલ કરવામાં આવી હતી
હાજર ગ્રામજનોએ પણ ખુલા દિલે વાતચીત કરી કોઈપણ પ્રશ્ન ન હોવાનું જણાવી આ મુલાકાત કાર્યક્રમ ની આવકાર દાયક પહેલ ને હાજર બહેનો તેમજ ભાઈઓએ વખાણી હતી તેમજ પોલીસની કામગીરીથી ગ્રામજનોએ સંતોષ હોવાનું જણાવ્યો હતો
અને મુલાકાતમાં ડાંગ પોલીસ વડા રવિરાજ સિંહ જાડેજાએ હાજર ડાંગ એક્સપ્રેસ દોડવીર મુરલી ગાવીતનું બુકે વડે સન્માન કરી ડાંગના યુવાનોમાં કુદરતી રીતેજ ફિટનેસ ખૂબ સારી હોય પોલીસ , આર્મી , પેરામીલીટરી ફોર્સ, તથા રમત ગમત ક્ષેત્રે ડાંગના યુવાનો પોતાનો માદરે વતન ડાંગ તેમજ દેશનું નામ સમગ્ર દુનિયામાં રોશન કરી શકવાની ક્ષમતા ધરાવતા હોવાનો પોતાનો વિશ્વાસ વ્યક્ત કરી ડાંગના યુવાનોને ઉજજવળ કારકિર્દી બનાવવા સખત મહેનત કરવા આહવાન કરવામાં આવ્યો હતો