ડાંગ જિલ્લાના વિવિધ વિકાસકામોની સમીક્ષા હાથ ધરતા પ્રભારી મંત્રીશ્રી રમણલાલ પાટકર 

Contact News Publisher

સને ૨૦૨૦/૨૧ના વર્ષના જિલ્લા આયોજન મંડળના કુલ રૂ.૨૨૯૧.૭૮ લાખના ૫૭૫ કામો તથા ન્યુ ગુજરાત પેટર્નના રૂ.૧૩૪૬.૮૯ના ૨૭૪ કામોની સમીક્ષા હાથ ધરાઈ 

સને ૨૦૧૮/૧૯ અને ૨૦૧૯/૨૦ના બાકી કામો સમય મયાદામાં પૂર્ણ કરવાની તાકીદ ; કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહિ કરાઈ – પ્રભારી મંત્રી શ્રી રમણલાલ પાટકર

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : વઘઇ; તા; ૪; ડાંગ જિલ્લામાં ચાલી રહેલા વિકાસકામો સમય મયાદામાં પૂર્ણ થાય, અને દરેક કામો તેના નીતિનિયમો મુજબ ગુણવત્તાયુક્ત જ થાય તેની વિશેષ તકેદારી રાખવાની અમલીકરણ અધિકારીઓને તાકીદ કરતા પ્રભારી મંત્રી શ્રી રમણલાલ પાટકરે, રાજ્ય સરકારે ડાંગના વિકાસકામોની ચિંતા કરીને બાંધકામ વિભાગ અને વન વિભાગ હસ્તકના માર્ગો તથા પુલો માટે વિશેસ રાશી ફાળવી છે, તેવા કામો સત્વરે શરુ કરવાની સંબંધિતોને સુચના આપી હતી.

ડાંગ જિલ્લાના જિલ્લા આયોજન મંડળ તથા ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત કરવાના કામોની સમીક્ષા કરતા મંત્રીશ્રીએ સાંપ્રત સમયને ધ્યાને લેતા વિકાસ કામો તેની નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે ખુબ જ જરૂરી છે તેમ જણાવી ડાંગ જિલ્લાના અમલીકરણ અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ડાંગ જિલ્લા આયોજન મંડળના સને ૨૦૨૦/૨૧ના કુલ રૂ. ૨૨૯૧.૭૮ લાખના ૫૭૫ કામો તથા ન્યુ ગુજરાત પેટર્ન યોજનાના રૂ.૧૩૪૬.૮૯ ના ૨૭૪ કામોની ઝીણવટભરી સમીક્ષા કરતા મંત્રીશ્રીએ અમલીકરણ અધિકારીઓને વ્યક્તિગત અને સામુહિક વિકાસકામો તથા યોજનાઓમાં પારદર્શિતા જળવાઈ તેનો ખ્યાલ રાખવાની પણ સુચના આપી હતી. સને ૨૦૧૮/૧૯ અને ૨૦૧૯/૨૦ના બાકી કામો પણ તાત્કાલિક પૂર્ણ કરવાની મંત્રીશ્રીએ તાકીદ કરી હતી.

ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરે અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપતા બેઠકમાં રજુ કરવામાં આવતી વિગતો ચોકસાઈ સાથે રજુ કરવાની તાકીદ કરી હતી. શ્રી ડામોરે સને ૨૦૧૮/૧૯, અને ૨૦૧૯/૨૦ ના કામો સત્વરે પૂર્ણ કરવા સાથે ૨૦૨૦/૨૧ ના કામોમાં ઝડપી કાર્યવાહી હાથ ધરવાની પણ સુચના આપી હતી. કલેકટરશ્રીએ આયોજન મંડળ, ન્યુ ગુજરાત પેટર્ન યોજના સહિતના બજેટેડ કામોમાં કોઈ વિઘ્ન કે રુકાવટ ન આવે તેની તકેદારી દાખવવા પણ સૌને અનુરોધ કર્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયાએ પુરક વિગતો રજુ કરી, અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

બેઠકની કાર્યવાહી નિવાસી અધિક કલેકટર-વ-ઇન્ચાર્જ જિલ્લા આયોજન અધિકારી શ્રી ટી.કે.ડામોર અને પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જિ.ભગોરાએ સાભાળી હતી.

ડાંગ જિલ્લા સેવા સદન ખાતે આયોજિત આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષક સર્વશ્રી અગ્નીશ્વર વ્યાસ અને દિનેશ રબારી સહિત પ્રાંત અધિકારી કાજલ ગામીત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર.બી.ચૌધરી, કાર્યપાલક ઈજનેર શ્રી જે.કે.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહ સહિત જિલ્લાના જુદા જુદા વિભાગોના અમલીકરણ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other