રેપીડ ટેસ્ટબાદ, સુરત ફેમિલી કોર્ટના ૩ કર્મચારીઓ કોરોના, ૯મી સુધી કોર્ટ કામગીરી બંધ
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત ફેમિલી કોર્ટમાં રેપીડ ટેસ્ટ દરમિયાન ૩ કર્મચારીઓનો રિપોર્ટ પોઝીટીવ આવતાં, એમનાં સંપર્કમાં આવેલા ન્યાયમૂર્તિઓ અને કોર્ટ કર્મચારીઓને હોમ કોરોન્ટાઇન્ટ જાહેર થવા સાથે ફેમિલી કોર્ટની કાર્યવાહી તારીખ ૯ મી સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ગાઈડલાઈન મુજબ કોર્ટમાં પક્ષકારો-વકીલોનો ઘસારો ઓછો હોવા છતાં કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં હવે ફીઝીકલી કોર્ટો કાર્યરત થાય તેવા સંજોગો નહીવત નજરે પડી રહયા છે.