સુરત જિલ્લાના માંડવી ખાતે ધારાસભ્ય આનંદ ચૌધરી દ્વારા રોડ પર પડેલ ખાડો પુરી વિરોધ નોંધાવ્યો
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): સુરત જિલ્લા ના માંડવી ખાતે ધારાસભ્ય આનંદ ચૌધરી દ્વારા વિસ્તારમાં રોડ પર પડેલ ખાડાઓનું પૂજન કરી ખાડો જાતેજ પુરી સરકાર પર આંકડા પ્રહારો કરી આડેહાથે લીધી હતી.
રાજ્યમાં ઠેર ઠેર પડેલ ખાડાઓને પગલે ઠેર ઠેર સંગઠનો રાજકીય પાર્ટીઓ દ્વારા વિવિધ રીતે ખાડા ઓનો પગલે વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યાં છે, અનેક રીતે વિરોધ પ્રદશન કરી સરકાર નો ધ્યાન ખેંચી રહ્યા છે, અને સરકાર ને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા, લોકો શારીનીક અને આર્થિક નુક્શાન વેઠી રહ્યાં છે. જેને લઈ લોકો ટોબા પોકારી ઉઠ્યા છે, એક તરફ વરસાદી પાણી ખાડાઓમાં ભરાવાને કારણે લોકો છે તે પટકાય રહ્યા છે અને પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. જોકે આજ વાત ને લઈ વિવધ વિવધ સંગનો કોંગ્રેસ પાર્ટી હવે મેદાને ઉતરી છે, અને વિવિધ કાર્યક્રમો આપી રહી છે, ખાડા પૂજન હોઈ, ખાડામાં વૃક્ષા રોપણ હોઈ કે પછી ખાડા સાથે સેલ્ફી અનેક વિધ કાર્યક્રમો અને દેખાવો યોજાઈ રહ્યા છે, ત્યારે આજે સુરત જિલ્લાના માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી આજે જાતે જ રોડ પર પડેલ ખાડાઓ પુરવા નીકળ્યા હતા, હાથમાં પાવડો અને તગાડું લઈ ધારાસભ્ય જાતેજ પોતાના કાર્યકરો સાથે પોતાના વિસ્તારમાં ખાડો પૂર્યા હતા. પ્રથમ તો ખાડાઓનું પૂજન કર્યું હતું, શ્રીફળ વધાવ્યું હતું અને ત્યાર બાદ ખાડાઓ પુરવાનું શરૂ કર્યું હતું, આ સાથે રોડ રસ્તાના કામ માં ભરપૂર ભ્રષ્ટાચાર થાય તેમ આરોપ લગાવ્યા હતા, સરકાર ને આડે હાથે લીધી હતી.