ખેતીનાં પાકોને નુકશાન કરતા ઢોરોને, હવે માંગરોળ પંચાયતનાં ડબામાં પુરી શકાશે
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી ગ્રામ પંચાયતનાં સરપંચ નિકેશકુમાર વસાવાએ જણાવ્યું છે કે ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતી ખેતીની જમીનનાં પાકોને જો ઢોરો નુકશાન કરતાં ખેડૂતો કે રખેવાળી કરતાં રખેવાળને નજરે પડે તો ગ્રામ પંચાયત ખાતે બનાવવામાં આવેલા ઢોર ડબામાં પુરી, આ અંગેની રસીદ મેળવી લેવી. આ અંગે પંચાયતે સમગ્ર ગામમાં જાહેરાત પણ કરી છે કે જો કોઇના ઢોરો ખેતીનાં પાકને નુકશાન કરતાં નજરે પડશે તો ખેડૂતો ઢોર ડબામાં પુરી જઈ શકશે.આ ઢોર જેમનાં હશે એમણે સરકારે નક્કી કરેલી દંડ ની રકમ ભરપાઈ કરી, ઢોરો છોડવી જવાનાં રહેશે.નિયત સમયમર્યાદામાં ઢોર છોડાવવા માલિક ન આવશે તો આ ઢોર પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવશે.