આહવા વઘઇ રાજ્ય ધોરીમાર્ગ ઉપર એસટીના અડફેટે બાઈક ચાલક સહિત પાછળ બેસેલા સવારનું મોત

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : ડાંગ જિલ્લાના આહવા વઘઇ રાજ્ય ધોરીમાર્ગ ઉપર એસટીના અડફેટે બાઈક ચાલક સહિત પાછળ બેસેલા સવારનું મોત નિપજતા આદિવાસી પરિવારમાં શોકની કાલિમા ફેલાય જવા પામી છે.
મળતી માહિતી મુજબ વઘઇ તાલુકાના કાલીબેલ ગામના વતની સમીરભાઈ અનિલભાઈ ભોયે અને પાછળ બેસેલ મિતુલભાઈ નિલેશભાઈ ચૌધરી આહવામાં કામકાજ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા તે વેળા ઘોઘલી ઘાટમાર્ગમાં અચાનક બાઈક સ્લીપ થતા માર્ગ ઉપર ઘસડાયા બાદ બન્ને યુવાનો ગંભીર ઇજા પહોંચી હતી, બાઈક સ્લીપ થઇ તે વખતે ત્યાંથી પસાર થઈ રહેલ બસ ચાલકે માનવતા દાખવી બસ થોબાવી ઇજાગ્રસ્ત યુવાનોને માર્ગ સાઇડે લઈ જઈ પાણી પીવડાવી 108 ને જાણ કરી હતી, જોકે ગંભીર ઇજાગ્રસ્ત યુવાનોને વધુ સારવાર મળે તે પહેલાજ તેમનું મૃત્યુ થઈ જતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. ઘટના અંગે આહવા પોલીસે અકસ્માત ગુનો નોંધી મૃતક બન્ને યુવાનોના મૃતદેહનું પંચનામું કરી પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *