ઉમરપાડા તાલુકાના વાડી ગામે ગમણીયા દેવની પૂજા કરવામાં આવી

Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : આદિવાસી પરંપરા મુજબ ગમણીયા દેવ નિમિત્તે ગમણ પૂજન કરી અનેક વિઘ્નો દૂર થાય તે માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ગામના રીતિ રિવાજ પ્રમાણે આદિવાસી રીત રિવાજની વિધિ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના યુવા અગ્રણી જીમ્મી વસાવાએ આદિવાસી સંસ્કૃતિની વિસ્તૃત માહિતી આપી હતી. અને જીવન સૃષ્ટિનું જતન કરવું, પ્રકૃતિને માન આપવુ, આદિવાસી તહેવારોની ઉજવણી કરવા સંગઠિત થવા યુવાનોને હાકલ કરી હતી, આ પ્રસંગે વડીલો, યુવાનો મોટી સંખ્યામાં ભેગા થયા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *