તાપી : કોરોના કાબૂમાં આવતો નથી : વધુ બે મોત : કુલ મોતનો આંક 21

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં બે કોરોના પોઝિટિવ દર્દીઓનું સારવાર દરમ્યાન મોત થયું છે. જેની સાથે જિલ્લામાં કુલ 21 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃૃત્યુ પામ્યા છે. જેમા વ્યારા તાલુકામાં 12 મોત, સોનગઢ તાલુકામાં 5 મોત, વાલોડ તાલુકામાં 2 મોત, ઉચ્છલ અને નિઝર તાલુકામાં 1-1 મોત થયા છે.

વ્યારાની કોવિડ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દર્દી ઉંમર-૫૧ વર્ષ; પુરુષ રહેવાસી – બાપાસિતારામ નગર તા- સોનગઢ, જિલ્લા- તાપી તા- ૨૩-૦૮-૨૦૨૦ ના રોજ દાખલ કરેલ. જેમને ન્યુમોનિયાના ચિહ્નો જણાયેલ હતા. સાથે કોવિદ-૧૯ નો રીપોર્ટ પણ પોસીટીવ હતો. જે આજ રોજ તા – ૩૧-૦૮-૨૦૨૦ ના રોજ રાત્રે ૧૦:૫૬ વાગે અવસાન પામેલ છે. અવસાન નું મુખ્ય કારણ યુરેમિક એંસેફલોપેથી સાથે મેટબોલિક એસીડોસીસ – ક્રોનિક રીનલ ફેઇલર – ડાયાબિટીસ મેલાઈટીસ અને હાયપરટેંશન સાથે એક્યુટ રેસ્પાયરેટરિ ફેઇલર સાથે સીવીયર ન્યુમોનિયા સાથે કોવિડ-૧૯ ડિસીઝ હોઈ શકે છે.

વ્યારાની કોવિડ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દર્દી ઉંમર-૩૬ વર્ષ; પુરુષ રહેવાસી – ગામિત ફલિયુ, ઉમરકુઇ તા- વ્યારા, જિલ્લા- તાપી તા- ૨૫-૦૮-૨૦૨૦ ના રોજ દાખલ કરેલ. જેમને ન્યુમોનિયાના ચિહ્નો જણાયેલ હતા. સાથે કોવિદ-૧૯ નો રીપોર્ટ પણ પોસીટીવ હતો. જે આજ રોજ તા – ૦૧-૦૯-૨૦૨૦ ના રોજ સવારે ૦૭:૪૫ વાગે અવસાન પામેલ છે. અવસાન નું મુખ્ય કારણ સડન કાર્ડિઓરેસ્પયરેટરી અરેસ્ટ સાથે એક્યુટ રેસ્પાયરેટરિ ફેઇલર સાથે સીવીયર ન્યુમોનિયા અને કોવિડ-૧૯ ડિસીઝ હોઈ શકે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *