ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈમાં મોહરમની મુસ્લિમ બિરાદરોએ સાદગીપૂર્ણ માહોલમાં ઉજવણી કરી
ન્યાઝ સ્વરૂપે ઠંડાપીણા, દૂધ, શરબત વગેરેનું વિતરણ કરવામાં આવ્યુ
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ડાંગ જિલ્લા ના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે કોરોના મહામારી ને કારણે સાદાઈ પૂર્વક અને સોશિયલ ડીસ્ટનસ રાખી કોમી એખલાસ ની સાથે મુસ્લિમ સમાજ એકત્રીત થઇ સત્ય અને અસત્યની લડાઈમાં ઈમામ હુસેન અને તેમના ૭ર વફાદાર સાથીઓએ કરબલાના મેદાનમાં ધર્મની રક્ષા અને સત્ય માટે શહાદત વહોરી હતી, જે સત્યની લડાઈમાં જુલ્મ, અત્યાચાર સામે ત્યાગ, બલિદાન આપી સમગ્ર દુનિયાને શાંતિ, શબ્રનાં પાઠ શીખવાડનાર હઝરત ઇમામ હુશૈન તથા કરબલાનાં સૌ શહીદોની સ્મુતિમાં વઘઇ નગરમાં જુદા જુદા વિસ્તારોમાં તમામ સમાજ ના લોકોને ઠંડા પીણા દૂધ શરબત નું વિતરણ કર્યું હતું જ્યારે કોરોના મહામારી ને પગલે વઘઇ સુન્ની મુસ્લિમ જમાત ના યુવાનોએ વઘઇ માં મુસ્લિમ બિરાદરો ના ઘરે ઘરે જઈ દુધ – શરબત પોંહચાડી મુસ્લિમ બિરાદરો એ પુણ્ય નુ ભાથુ બાંધી મોહરમ પર્વની ઉજવણી કરી હતી.