અનુસુચિત જાતિ બકરા એકમ યોજનાનો લાભ લઈ હેમલતાબેનનો પરિવાર આર્થિક રીતે પગભર બન્યો

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : જ્યારે એક સમય એવો હતો કે જ્યારે મહિલાઓ પોતાના પરિવાર પર આર્થિક બાબતમાં નિર્ભર રહેતી. પરંતુ રાજ્ય સરકારની મહિલા સશક્તિકરણના પ્રયાસોને લીધે મહિલાઓના વિકાસમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. હાલના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ આવી રોજગારી મેળવી સ્વનિર્ભર બની ખભેથી ખભા મિલાવીને પોતાના પરિવારને આર્થિક રીતે સહાયરૂપ બની રહી છે. આજની મહિલાઓ સરકારની મહિલા કેન્દ્રીત યોજનાઓનો લાભ લઈ સ્વનિર્ભર સાથે અન્યને રોજગારી પણ આપે છે. આમ,મહિલાઓ દેશના અર્થતંત્રના વિકાસમાં પોતાનો ફાળો નોંધાવી રહી છે.મહિલા સશક્તિકરણનું આવું જ પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડતા સુરતના માંગરોળ તાલુકાના આમખુટા ગામના હેમલતાબેન ગામીત સરકારી યોજનાનો લાભ મેળવી પોતાના પરિવારનું જીવનધોરણ ઊંચું લાવવામાં સફળ રહ્યાં છે. રાજ્ય સરકારના કૃષિ અને સહકાર વિભાગની ‘અનુસુચિત જાતિ બકરા એકમ યોજના’નો લાભ લઈ હેમલતાબેનનો પરિવાર આર્થિક રીતે પગભર બન્યો છે. સરકારની પશુપાલનની વિવિધ યોજનાઓ વિશે જાણ થતા પોતાના પરિવારના સહયોગથી તેમણે સુરત જિલ્લા પંચાયતની પશુપાલન શાખામાં નોંધણી કરાવી હતી. અરજી ટૂંકા ગાળામાં મંજૂર કરવામાં આવી હતી. અનુસુચિત જાતિ બકરા એકમ યોજનાનો લાભ લઇ પશુપાલન વ્યવસાયની શરૂઆત કરી હતી. આ યોજનામાં તેમને ૧૦ માદા અને ૧ નર બકરા આપવામાં આવ્યું હતુ. સાથે બકરાઓના રખરખાવ માટેનો શેડ બનાવવા પણ સરકારે સહાય કરી છે.પશુપાલન થકી રોજગાર મેળવતા હેમલતાબેન ખુશખુશાલ છે. તેઓ જણાવે છે કે, યોજના થકી મળેલા બકરાઓનો ઉછેર કરી તેનું દૂધ વેચીને આવકમાં વધારો થયો છે, જેથી મારા પરિવારનું જીવનધોરણ ઊંચું લાવવામાં મને ખુબ મદદ મળી છે. બકરીનું દૂધ પુષ્કળ પ્રમાણમાં પોષકતત્વો ધરાવે છે. જેથી મારા બાળકોની તંદુરસ્તી પણ સારી રહે છે. પશુપાલનના વ્યવસાય કરવાનો નિર્ણય મારા જીવનમાં ખુબ બદલાવ લઈને આવ્યો છે. હવે મારે બહાર મજુરીકામ અર્થે બહાર જવું પડતું નથી. ઘરે રહીને પશુપાલન કરી મારા બાળકોના અભ્યાસ અને ઉછેરમાં પણ સારૂ ધ્યાન આપી શકું છું. જે ફક્ત સરકારની આ યોજના વડે શક્ય બન્યું છે. જેથી રાજ્ય સરકાર અને સુરત જિલ્લા પંચાયતનો આભાર માનું એટલો ઓછો છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *