તાપી એલ.સી.બી.એ બાઇકમાં સીટ નીચે ચોરખાનુ બનાવી લઈ જવાતો દારુ ઝડપ્યો : બાઇકસવાર પોલીસ જોઈ બાઇક મૂકીને ભાગી છૂટ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રીમતી સુજાતા મજમુદાર પોલીસ અધિક્ષક સાહેબશ્રી જી. તાપીએ પ્રોહી., ગુન્હાઓ ઉપર અંકુશ લાવવા તેમજ પ્રોહી ગુન્હા અંગેના કેસો શોધી કાઢવા સુચના આપેલ હોય, જેથી LCB ટીમનાં અ.હે.કો. એલ.પી. રવીયાણીયા તથા અ.હે.કો. અનિલકુમાર રામચંદ્રભાઈ બ.નં. ૬૬૦ તથા અ.હે.કો. જગદીશ જોરારામ બ.નં. ૩૮૮ તથા અ.પો.કો. કલ્પેશભાઈ કાંતીલાલ બ.ન.૩૮૭ની સાથે સોનગઢ થી વ્યારા હાઈવે રોડ ઉપર ખાનગી વાહનોમાં બેસી પ્રોહી પેટ્રોલીંગમાં નિકળેલ હતા દરમ્યાન સોનગઢ થી વ્યારા જતા સોનારપાડા ગામની સીમમાં ગીરનાર સ્ટોન કવોરીની સામે પહોંચતાં ખાનગી રાહે બાતમી મળેલ કે એક હોંડા સાઈન નંબર G.J.26 – E – 173 નો ચાલક પોતાની ગાડીમાં સીટ નિચે ખાના બનાવી દારૂ લઇ આવે છે તેવી બાતમી આધારે સોનારપાડા ગામની સીમમાં ગીરનાર સ્ટોન કવોરીની સામે વોચમાં હતા તે દરમ્યાન ઉપરોકત નંબરની ગાડી આવતા પોલીસની વોચ જોઇ તેને અચાનક ગીરનાર સ્ટોન કવોરીની બાજુમાં જતા કાચા રસ્તા ઉપર વાળી દીધેલ અને મો.સા. ત્યાં ફેંકી સ્ટોન ક્વોરીના પાછળની રસ્તે થઇ તેની મો.સા. મુકી નાસવા લાગતાં પોલીસે તેનો પીછો કરી ઉભો રહેવા કહેવા છતા ઉભો રહેલ નહીં અને નાશી ગયેલ અને પકડાયેલ નહી અને મો.સા. નં . G.J. 26.E .173 માં ચોરખાના બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જે જોતાં ભારતીય બનાવટનો દેશી દારૂ સુગંધી સંત્રા ભરેલ હોય જે કપની શીલબંધ ૧૮૦ એમ. એલ. વાળી મહારાષ્ટ્ર બનાવટની વી. કે. ડિસ્ટલરીઝ પ્રા.લી. ખંડાલા, શ્રીરામપુર અહમદનગર મહારાષ્ટ્ર બનાવટની કુલ્લે નેગ- ૯૬ મળી આવેલ જેનો બેચ નંબર જોતા- ૫૫ નો છે અને મે. ફેકચર ડેટ ઓગષ્ટ – ૨૦ની છે જેની એક બાટલીની કિંમત રૂપિયા ૫૦ લેખે કુલ્લે નંગ- ૯૬ ( ૧૭ , ૨ – લિટર ) ની કુલ્લે કિમત રૂપિયા ૪૮૦૦ / – નો પ્રોહી મુદ્દામાલ મુકી નાસી ગયેલ હોય જેથી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ગુજરાત હાઇકોર્ટની ગાઇડ લાઇન મુજબ સદર ગુનાના કામે વપરાયેલ હૉડા શાઇન મો.સા. નં . GJ.26.E.173 માં પકડાયેલ પ્રોહી મુદ્દામાલ 20 લીટરથી ઓછો થતો હોય જેથી આ મો.સા. કબજે કરી નથી.