ગિરિમથક સાપુતારાની જીવાદોરી સમાન સર્પગંગા તળાવ છલકાયો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગિરિમથક સાપુતારાની જીવોદોરી સમાન સર્પગંગા તળાવ મૌસમ નો 50 ઇંચ વરસાદ બાદ ઓવરફ્લો થતા સ્થાનિક લોકો સહિત હોટેલ ધારકોએ રાહતનો દમ લીધો છે.
ગુજરાત કી આંખોકા તારા સાપુતારા ખાતે સ્થાનિકો સહિત હોટેલ,સ્કૂલ,ને પીવાનું પાણી ઉપલબ્ધ કરતુ સર્પગંગા તળાવમાં મોડા પડેલા ચોમાસાના પગલે પાણી સુકાઈ જતા અછત ઉભી થવાની સંભાવના ઉભી થઇ હતી. જોકે કોરોના લોકડાઉનમાં સ્કૂલ, હોટલ બંધ રહેતા પાણીની ખપત ઓછી હોવાથી સતત એક અઠવાડિયા સુધી મેઘ મહેર જારી રહેતા સર્પગંગા તળાવ ઓવરફ્લો થઈ જવા પામ્યો હતો. આ સાથે જ નવાગામમાં નવા તળાવમાં ભંગાણ સર્જાયા બાદ ખાલી કરાયેલા બાદ સર્પગંગા તળાવનું પાણી ઓવરફ્લો થતા હવે નવા તળાવમાં નવા નીરની આવક થતા પાણી સંગ્રહ થઇ રહ્યું છે. ગિરિમથક સાપુતારા નું હાર્દ સમુ સર્પગંગા તળાવ છલોછલ થઈ ઉભરાય જતા હાલ સૌંદર્યમાં વધારો થયો છે. અને સ્થાનિકો સહિત વહીવટી તંત્ર એ આગામી દિવસોમાં પીવાના પાણીથી સમસ્યાથી રાહત અનુભવી રહ્યા છે.