આમલી ડેમમાં પુષ્કળ પાણીની આવક થતા પાણી છોડવાનું શરૂ કરાયું

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ઉમરપાડા તાલુકામાં ચાર કલાકમાં અધધ નવ ઈંચ વરસાદ પડતાં આમલી ડેમમાં પુષ્કળ પાણીની આવક થતા પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં પાણીની આવક 15000 ક્યુસેક્સ છે, જ્યારે પાણીની જાવક 13000 ક્યુસેક્સ છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના નીચાણ વાળા વિસ્તારોને અને ગામોને વહીવટી તંત્રએ એલર્ટ કર્યા છે.માંડવી તાલુકાનાં ગોળસંબા, કરવલી સહિતના ગામોને એલર્ટ રહેવા જણાવાયું છે. આ વિસ્તારના સંસદ પ્રભુદાસ વસાવાએ લોકોને સાવચેત રહેવા વિડિઓ મારફતે મેસેજ વાયરલ કર્યો છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other