તાપી જિલ્લામાં બાગાયતી પાકોની સહાય મેળવવા ખેડુતોને અનુરોધ:
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા;બુધવાર: નાયબ બાગાયત નિયામક વ્યારા-તાપીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ વર્ષ:-૨૦૨૦–૨૦૨૧ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે તા. ૧૨/૦૮/૨૦૨૦ થી ૩૧/૧૨/૨૦૨૦ દરમ્યાન આઇ-ખેડુત પોર્ટલ ખોલવામાં આવેલ છે. જે ખેડુતો બાગાયત ખાતાની કોઇ પણ યોજનામાં વર્ષ:-૨૦૨૦-૨૦૨૧ દરમ્યાન લાભ લેવા માંગતા હોય તેઓએ જણાવેલ સમય દરમ્યાન પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી અથવા અત્રેની કચેરીમાં સવારના ૧૧.૦૦ કલાક થી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન ૭/૧૨,૮-અ ની હાલની અસલ નકલ, આધાર કાર્ડની નકલ., રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને લાભ લેવા માંગતા ઘટકમાં સમયસર અરજી કરવી. ઓનલાઇન અરજી કર્યા બાદ તેની પ્રીંટ કાઢી, અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સાથે અરજી દિન – ૦૭ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પ્રથમ માળ, ખેડુત તાલીમ કેન્દ્ર, ઉનાઇ રોડ, વ્યારા ખાતે સાદી ટપાલ અથવા રૂબરૂમાં પહોંચતી કરવાની રહેશે. અરજી કરતી વખતે આપનો મોબાઇલ નંબર અવશ્ય આપવો જેથી અરજીની સ્થિતી લગતા તમામ મેસેજ આપને મોબાઇલ પર મળી રહેશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, વ્યારા-તાપીના ફોન નં. ૦૨૬૨૬ ૨૨૧૪૨૩ ઉપર સંપર્ક કરવો.
સહાયના ઘટકોમાં કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ), કોલ્ડ ચેઇનના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન), પ્રી કૂલીંગ યુનિટ (ક્ષમતા ૬ ટન), બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય, રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ, રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન), સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ, સંકલિત પેક હાઉસ કન્વેયર બેલ્ટે, શોર્ટીંગ, ગ્રેડીંગ યુનિટ, વોશીંગ, સુકવણી અને વજન કરવાની સુવિધા સાથે (સાઇઝ ૯ મી x ૧૮ મી), હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય, ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય, ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ, ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા (ફક્ત સામાન્ય જાતિ અને અનુસુચિત જાતિ માટે), પ્લાન્ટેશન પાકો (કાજુ અને કોકો), ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય (ફક્ત અનુસુચિત જાતિ/અનુસૂચિત જનજાતિ માટે), વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો, ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કલેકશન,શોર્ટીંગ/ગ્રેડીંગ,પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ/પૃથ્થકરણ પ્રયોગશાળા), સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, નાની નર્સરી (૧ હે.), હાઇટેક નર્સરી (૪ હે. ), ગ્રીનહાઉસ તથા ટીસ્યુ લેબ. વીજદર સહાય, નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે, પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે, પોલીહાઉસ/નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાય, અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ, કાચા મંડપ ટામેટા/મરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ (ફક્ત અનુસુચિત જાતિ/અનુસૂચિત જનજાતિ માટે) દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાયનો સમાવેશ થાય છે.