સુરત શહેરીજનો માટે ખુશીનાં સમાચાર : 31મી સુધીમાં સમાન્યવેરામાં 32 ટકા રાહત
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત મહાનગરપાલિકાએ સુરત શહેરીજનો માટે એક ખુશીનાં સમાચાર આપ્યા છે. જેમાં આગામી તારીખ 31 મી ઓગષ્ટ સુધીમાં જો મિલ્કતવેરો ભરનારને મહા નગરપાલિકા તેને સમાન્ય વેરામાં 30 ટકાની રાહત આપશે, વેરો ભરનાર ડીજીટલ પેમેન્ટથી વેરાની ચુકવણી કરશે તો વધુ 2 ટકા રાહત મળવાપાત્ર છે. આમ કુલ 32 ટકા રાહત મળશે. સુરત શહેરીજનો આ યોજનાનો વધુમાં વધુ લાભ લઈ રાહત મેળવવા સુરત મહા નગરપાલિકાનાં કમિશનરશ્રીએ જણાવ્યું છે.