તાપી એસ.ઓ.જી.એ સ્ફોટક પદાર્થની બાઇક ઉપર હેરાફેરી કરતા બે ઈસમોને આંબાપાણી ગામેથી પકડી પાડ્યા

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  તાપી પોલીસ મહાનિરીક્ષકશ્રી, એસ.પી. રાજકુમાર સાહેબશ્રી, સુરત વિભાગ સુરત, તથા પોલીસ અધિક્ષકશ્રી, સુજાતા મજમુદાર સાહેબશ્રી તાપીએ તાપી જિલ્લામાં ગેરકાયદેસર રીતે હથિયાર તેમજ એક્ષપ્લોઝીવ પદાર્થનો જથ્થો રાખતા ઈસમો શોધી કાઢી તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એચ.સી. ગોહિલ તથા એરા.ઓ.જી. શાખાના સ્ટાફનાં માણસો સાથે તા.૧૭ / ૦૮ / ૨૦૨૦ ના રોજ ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, શિવદાસભાઇ બુધીયાભાઇ ભોયે તથા જીગ્નેષભાઇ ગમનભાઇ પવાર રહે, ગામ- ભંગોડીયા, નીચલું ફળીયુ, તા.વઘઇ,  જી.ડાંગ  એક હીરો કંપનીની બ્લેક/રેડ કલરની સીડી ડીલક્ષ બાઇક નં. જી.જે.૩૦.બી .૭૦૨૫ ઉપર સ્ફોટક પદાર્થ લઈ આંબાપાણી ગામ પાસેથી પસાર થનાર છે તે મુજબની બાતમી હકિકત મળેલ હોય જેથી એસ.ઓ.જી. ટીમ સાથે આંબાપાણી ગામના પાટીયા પાસે નાકાબંધી કરતાં બાતમી હકિકતવાળી હીરો કંપનીની બ્લેક રેડ કલરની સીડી ડીલક્ષ બાઈક નં.જી.જે.૩૦.બી .૭૦૨૫ લઇને તેનો ચાલક તથા પાછળ બેસેલ ઇસમ આવતા તેઓને અટકાવવામાં આવેલ અને બાઇક ચાલકનું પંચો રૂબરૂ પુછતા તેણે પોતાનું નામ શિવદાસભાઇ બુધીયાભાઇ ભોયે ઉં.વ .૨૭ , રહેવાસી ગામ- ભંગોડીયા , ચીકાર ફળીયુ , તા.વઘઇ , જી.ડાંગ મુળ રહે , ગામ- દિવાન ટેમરૂન , આંમળી ફળીયુ , તા.આહવા , જી.ડાંગ તથા પાછળ બેસેલ ઇસમનું નામ – ઠામપુછતા તેણે પોતાનું નામ જીગ્નેશભાઇ ગમજભાઇ પવાર, ઉ.વ .૨૦, રહે, ગામ– ભંગોડીયા, નીચલુ ફળીયુ, તા.વઘઇ, જી. ડાંગએ પોતાના કબ્જાની હીરો કંપનીની ડીલક્ષ મોટર સાયકલ રજીસ્ટ્રેશન નં. જી.જે.૩૦.બી ૭૦૨૫ જે મોટરસાયકલ ઉપર પાછળ બેઠેલ ઇરામના હાથમાં પ્લાસ્ટીકની થેલીમાં એક્સપ્લોસિવ, સાદી ઇલેકટ્રીક કેપ, મળી કુલ્લે કિં.રૂ ૩૫, ૨૪૦ / – નો મુદ્દામાલ વગર પાસ – પરમીટે ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખી હેરાફેરી કરી પોતાની તેમજ અન્યની જીંદગી જોખમાય અને જાનમાલને નુકસાન થાય તે રીતે રાખી પકડાઇ ગયા હતાં.

આ ઈસમોને સ્ફોટક પદાર્થનો જથ્થો આપનાર ઈસમ અનીલભાઇ સુરેશભાઇ પવાર રહે, જામલાપાડા, નીચલા ફળીયુ, જંગલ ખાતાના નાકા પાસે, તા.આહવા, જી.ડાંગને વોન્ટેડ જાહેર કરી ઉપરોક્ત મુદ્દામાલ વધુ તપાસ અર્થ કબ્જે કરેલ છે અને આરોપીઓ વિરૂધ્ધ ડોલવણ પોલીસ સ્ટેશનમાં સ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી, એચ.સી. ગોહિલ, એસ.ઓ.જી. તાપી કરી રહેલ છે .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *