તાપી જિલ્લાનો વરસાદ
Contact News Publisher
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા:રવિવાર:-તાપી જિલ્લામાં અઠવાડીયાથી સતત હળવાથી ભારે વરસી રહ્યો છે. ફલડ કંટ્રોલ તરફથી પ્રાપ્ય આંકડાઓ મુજબ તા. ૧૬,ઓગસ્ટના રોજ સવારે ૦૬:૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક સુધીમાં વ્યારા તાલુકામાં સૌથી વધુ ૭૯ મી.મી વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં વાલોડ ૯૭૭મી.મી, સોનગઢ ૯૮૫મી.મી, ડૉલવણ ૧૨૫૮મી.મી, વ્યારા ૧૦૧૪મી.મી., કુકરમુન્ડા ૬૩૯મી.મી, ઉચ્છલ ૫૯૯મી.મી. અને નિઝરમાં ૭૧૧મી.મી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ ડોલવણ ૧૨૫૮મી.મી. અને સૌથી ઓછો ઉચ્છલ તાલુકામાં ૫૯૯મી.મી. વરસાદ થયો છે.