કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા હવામાન આધારીત કૃષિ સલાહ
હવામાન આધારીત કૃષિ સલાહ
૧. સામાન્ય સલાહ – ભારે વરસાદ અને પવનભરી સ્થિતિ પહેલા અને પછી ખેડુતોએ નીચેની સંભાળ લેવી જોઈએ
-હવામાનની આગાહી મુજબ, મધ્યમ વરસાદની પ્રવૃત્તિઓ સાથે વાદળછાયું વાતાવરણની સ્થિતિ રહેવાની શક્યતા છે, તેથી, ખેડુતોને સલાહ આપવામાં આવે છે કે સારા હવામાનની સ્થિતિના થાય ત્યાં સુધી નીંદણનાશક અને નાઇટ્રોજન યુક્ત ખાતરોનો ઉપયોગ મુલતવી રાખવો.
– સિંચાઇ વ્યવસ્થાપન – વરસાદ પૂર્વે બિનજરૂરી સિંચાઈ ટાળવા કારણકે ભારે વરસાદ સાથે જમીન માં વધારે ભેજ રહેવાથી પાકને નુકસાન થાય છે અને પાકમાં જમીનજન્ય રોગો થવાની શક્ય વધી જાય છે.
– ભારે વરસાદ પહેલાં છાણિયું ખાતર અને રસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળો કેમકે તેનાથી પોશક તત્વો નું ધોવાણ થઈ જવાની શ્ક્યતા વધી જતી હોય છે.
– જે ખેડુતો આજદિન સુધી પાકની વાવણી કરી નથી તેઓએ હાલના વરસાદ બાદજ વરાપ નીકળે ત્યારે શાકભાજીના પાકનું વાવેતર કરવું.
– જ્યારે ભારે વરસાદ થવાની સંભાવના હોય તેવી પરિસ્થિતીમાં, ખેડુતોને સિંચાઈ અને આંતરસંસ્કૃતિક કામગીરી મોકૂફ રાખવાની સલાહ આપવામાં આવે છે અને ખેતરમાંથી વધારાનું પાણી નિકાલ કરવાની વ્યવસ્થા કરવી.
– ભારે વરસાદને કારણે જમા થયેલ વધારાના પાણીનો નિકાલ કરવો તેમજ ડાંગરના ખેતરોમાં 3-5 સેમી પાણી જાળવી રાખવું.
– જમીનમાં અતિશય ભેજ અને હવામાં વધારે ભેજ ના કારણે પાકમાં જમીનજન્ય રોગ થવાની શ્ક્યતા વધી જતી હોવાથી જમીનમાં ટ્રાઈકોડર્મા (જૈવિક ફૂગનાશક) ૫૦૦ ગ્રામ/એકર પ્રમાણે જમીન માં આપવું.
– યાંત્રીક ટેકો આપી ફળ છોડને આધાર પુરો પાડવો જેથી વધારાની પવનથી છોડને ઢળતા બચાવી શકાય. કેળા,પપૈયા,આંબા અને દાડમની થડની હિલચાલ અટકાવવા તેની વિરૂધ્ધ દિશામાં ટેકો આપવો.
– ખેતરમાથી વધારાના પાણીનો નિકાલ કરવો અને ડ્રેનેજ ની વ્યવસ્થા કરવી.
૨. પાક – જુવાર
પાક અવસ્થા : ખેતી પદ્ધતિ
કૃષિ સલાહ: જાતો: એક કાપણી માટે: એસ.-૧૦૪૯ (સુાંઢીયા જુવાર), સી.-૧૦-ર (છાસટીયો), જી.એફ.એસ.-૩, જી.એફ.એસ.-૪. બહુ કાપણી માટે: એસ.એસ.જી.-પ૯-૩, એસ.એસ.જી.-૯૯૮, એસ.એસ.જી.-૮૯૮, એસ.એસ.જી.-પપપ, જી.એફ.એસ.એચ.-૧, જી.એફ.એસ.એચ.-૩, જી.એફ.એસ.એચ.-૪, જી.એફ.એસ.એચ.-પ.
• બિયારણનો દર: સુધારેલી જાતો માટે હેકટરે ૬૦ કી.ગ્રા. અને સાંકર જાતો માટે ૩૦ કી.ગ્રા. દર રાખી બે હાર વચ્ચે રપ-૩૦ સે.મી.નુ અંતર રાખી વાવણી કરવી.
• બીજ માવજત : જો વરસાદની શરૂઆત સાથેજ વાવણી શકય ન હોય તો સાંઠાની માખીના નિયંત્રણ માટે બીજને કાબોસલ્ફાન ર૫ ઈ.સી. ૧૦૦ ગ્રામ / કી.ગ્રા. બીજ પ્રમાણે માવજત આપવી. આ ઉપરાંત પ્રતિ કિગ્રા બીજ દીઠ ૩ ગ્રામ થાયરમ/કેપ્ટાનનો પટ આપવો. એઝેટોબેકટર અથવા એઝૉસ્પાઈરીલમ કલ્ચરનો પટ પણ આપી શકાય.
• ખાતર: હેકટર દીઠ ર૦ કી.ગ્રા. નાઇટ્રોજન વાવણી વખતે તેમજ ર૦ કી.ગ્રા. નાઇટ્રોજન વાવણી બાદ ૩૦-૪૦ દિવસે આપવુ. સાંકર જાતો માટે હેકટર દીઠ ૪૦ કી.ગ્રા. નાઇટ્રોજન અને ૪૦ કી.ગ્રા. ફૉસ્ફરસ વાવણી વખતે તેમજ ૪૦ કી.ગ્રા. નાઇટ્રોજન વાવણી બાદ ૩૦-૪૦ દિવસે આપવો. • બહુ કાપણી માટે રપ કી.ગ્રા. નાઇટ્રોજન અને ૪૦ કી.ગ્રા. ફૉસ્ફરસ વાવણી વખતે તેમજ રપ કી.ગ્રા.. નાઇટ્રોજન વાવણી બાદ ૩૦ દિવસે અને રપ કી.ગ્રા. નાઇટ્રોજન પ્રથમ કાપણી બાદ આપવો. • જે જમીનમાં જસતનુ પ્રમાણ ઓછુાં (૦.પ પીપીએમ કરતા ઓછુાં) હોય ત્યાં દર ત્રણ વર્ષે હેકટરે રપ કી.ગ્રા ઝીંક સલ્ફેટ આપવો.
• નીંદણ નિયંત્રણ: એક આાંતરખેડ અને વાવણી બાદ ૩૦-૩પ દિવસે હાથ થી નીંદામણ કરવું. રાસાયણીક નીંદણ નિયંત્રણ માટે વાવણી બાદ બીજા દિવસે ભેજવાળી જમીનમાં એટ્રારાઝીન ૦.રપ-૦.પ૦ કી.ગ્રા. સક્રિય તત્વ હેકટર પ્રમાણે પ૦૦ લીટર પાણીમાં ઓગાળી છાંટકાવ કરવો.
૩. પાક – મકાઈ
પાક અવસ્થા : ખેતી પદ્ધતિ
કૃષિ સલાહ: ખાતર – જમીન તૈયાર કરતી વખતે હેકટર દીઠ ૮-૧૦ ટન છાણીયું ખાતર આપવું. મકાઈ ને હેકટરે ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ વાવણી વખતે તેમજ વાવણી બાદ ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજનની જરૂરિયાત રહે છે. જેના માટે વાવણી સમયે ૮૭ કિ.ગ્રા. DAP, ૫૩ કિ.ગ્રા. યુરિયા અને વાવણી બાદ ૩૦ દિવસે ૮૭ કિ.ગ્રા. યુરિયા પૂર્તિ ખાતર તરીકે આપવું.
• પારવણી – પાક ૧પ થી ર૦ દિવસનો થાય ત્યારે રોગ જીવાત મુક્ત તંદુરસ્ત છોડ ર૦ સે.મી.ના અંતરે રહે તેમ પારવણી કરવી જાઈએ.
• નિદામણ – એટ્રાઝિન ર કિલો/ હે. પ૦૦ લિટર પાણીમાં ઓગાળી વાવણી પછી તરત જ પરંતુ મકાઈના બીજ ઉગતા પહેલાં છંટકાવ કરવો જાઈએ.
• કઠોળપાકનો આંતરપાક લીધો હોય તો પેન્ડીમીથીલીન નીંદામણનાશક દવાનો ઉપયોગ કરવો.
• પૂછડે ચાર ટપકા વાળી ઈયળ
નુકશાનનો પ્રકારઃ
• ઈંડાના સમુહમાંથી નીકળેલી નાની ઇયળો કુમળા પાન પર રહી હરિત દ્રવ્યોનો ભાગ ખાતી હોવાથી ઉપદ્રવીત પાન પર સફેદ રંગના ધાબાં જોવા મળે છે. ઈયળની હગાર નાના નાના જથ્થામાં લાકડાના વહેર જેવી જોવા મળે છે. છોડની ભુંગળીમાં સામાન્ય રીતે એકથી બે ઇયળો જોવા મળે છે.
નિયંત્રણ
• પ્રતિ હેકટરે એક પ્રમાણે પ્રકાશ પિંજર ગોઠવવા.
• જૈવિક નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારાઈઝીયમ એનીસોપ્લી નામની ફુગનો ૪૦ ગ્રામ પાવડર ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
• લીમડા આધારિત જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાથી ઇયળો ખાવાનું બંધ કરી દેતી હોવાથી લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (પ ટકા અર્ક) અથવા લીંબડાનું તેલ ૩૦ થી ૪૦ મીલી કપડા ધોવાના સાબુનો પાવડર ૧૦ ગ્રામ અથવા લીમડા આધારિત બજારમાં મળતી દવા ૪૦ મીલી (૧૫૦૦ પીપીએમ) પૈકી કોઈપણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• ઉપરોક્ત ઉપાયો હાથ ધરવા છતાં પણ નિયંત્રણના પરિણામો સંતોષકારક ન મળે તો છેલ્લા ઉપાય તરીકે ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી રપ મીલી અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મીલી અથવા એમામેકટીન બેન્ઝોએટ પ એસજી ૩ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મીલી દવા પૈકી કોઈપણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને સાંજના સમયે છંટકાવ કરવો.
૪. પાક – કપાસ
પાક અવસ્થા : નીંદણ નિયંત્રણ
કૃષિ સલાહ: રાસાયણિક નિંદણ નિયંત્રણ માટે ૧.૦ કિ.ગ્રા/હે.પેન્ડીમેથાલીન વાવણી પહેલા કે વાવણી પછી તુરત જ પ૦૦-૬૦૦ લીટર પાણીમાં ભેળવીને છાંટવું. વાવણી બાદ કવીઝાલોફોપ-પી-ઈથાયલ ૦.૦પ૦ કિ.ગ્રા/હેક્ટર (૨૫ મિલી દવા ૧૫ લિટર પાણીમાં) ર૦ થી રપ દિવસે છંટકાવ કરવાથી ઘાસવર્ગના (સાંકડા પાન) નિંદણ નિયંત્રણ થઈ શકે છે. નિંદામણ નાશક દવાના છંટકાવ વખતે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જરુરી છે.
૫. પાક – ડાંગર
પાક અવસ્થા : ખાતર વ્યવસ્થાપન
કૃષિ સલાહ: દક્ષિણ ગુજરાત માટે ૧૦૦ કી.ગ્રા નાઇટ્રોજન (૨૧૮ કિલો યુરિયા) અને ૩૦ કિ.ગ્રા. ફોસ્ફરસ (૬૫ કિલો ડીએપી અથવા ૧૮૮ કિલો એસએસપી) અને ૫ કી.ગ્રા ઝિંક સલ્ફેટ પ્રતિ હેકટરે આપવાની ભલામણ છે તે બજારમાં મળતા ખાતરના રૂપમાં આપી શકાય છે.પાયામાં આપવાના ખાતરો :- ૪૦ ટકા નાઈટ્રોજન (૮૮ કિલો યુરિયા) + ૧૦૦ ટકા ફોસ્ફરસ (૬૫ કિલો ડીએપી અથવા ૧૮૮ કિલો એસએસપી) + ૧૦૦ ટકા ઝીંકસલ્ફેટ (૫.૦ કિ.ગ્રા. ) રોપણી વખતે જ આપી દેવો જોઈએ. પૂર્તિ ખાતર:પ્રથમ હપ્તો: ફૂટ વખતે ૪૦ ટકા (૮૮ કિલો યુરિયા) નાઈટ્રોજન આપવું. બીજો હપ્તો: જીવ પડવાની અવસ્થાએ બાકી રહેલ ૨૦ ટકા નાઈટ્રોજન (૪૨ કિલો યુરિયા) આપવું
૬. પાક – મરચી
પાક અવસ્થા : વાનસ્પતિક વૃદ્ધિ
કૃષિ સલાહ: હાલની હવામાન પરિસ્થિતિમાં, વાઇરસ અસરગ્રસ્ત મરચાના છોડ કાઢી નાખવા, ચેપગ્રસ્ત છોડને જડમૂળથી કાઢીને જમીનમાં દબાવી દેવા જોઈએ. પછી, ઇમીડાક્લોપ્રિડ @ 0.3 મિલી દીઠ લિટર પાણી છાંટીને વેક્ટરને (સફેદમાખી) નિયંત્રણમાં રાખવા સલાહ આપવામાં આવે છે.
સૌજન્ય: કે.વિ.કે., વ્યારા-તાપી