માંગરોળ તાલુકાનાં સાવા અને નંદાવ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર ઓવરબ્રીજ ઉભો કરવાની કામગીરી ચાલુ : જેને પગલે આજે આશરે ૧૨ કીલો મીટર જેટલી લાંબી વાહનોની લાઈનો લાગી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં સાવા અને નંદાવ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર ઓવરબ્રીજ ઉભો કરવાની કામગીરી ચાલુ છે.જેને પગલે આજે આશરે ૧૨ કીલો મીટર જેટલી લાંબી વાહનોની લાઈનો લાગી ગઈ હતી.જે સ્થળે ઓવરબ્રીજ નું કામ ચાલી રહ્યું છે. એની બન્ને બાજુએ એજન્સી તરફથી કામચલાઉ સર્વીસ માર્ગ બનાવવામાં આવેલો છે. પરંતુ સર્વીસ માર્ગ બરાબર ન બનાવવામાં આવેલો હોવાથી નજીવા વરસાદને પગલે આ સર્વીસ માર્ગ ઉપર ઠેર ઠેર ગબડાઓ પડી જતાંઆજે વહેલી સવારથી જ વાહનોની લાંબી લાઈનો લાગી જવા પામી હતી.જેને પગલે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ જવા પામ્યા હતા. એજન્સી તાકીદે સર્વીસ માર્ગની મરામત કરે સાથે જ આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ કોસંબા પોલીસ મથકની હદમાં આવતો હોય આ સ્થળે ટ્રાફીકનાં નિયંત્રણ માટે ટ્રાફીક પોલીસની વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ વાહનચાલકોએ કરી છે.