માંડળ ટોલ નાકા પાસે આવેલ હોટલ શ્રી ખોડીયાર કાઠીયાવાડીના રૂમમાં જુગાર રમતા આઠ જુગારીઓને પકડી પાડતી એલ.સી.બી. તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા .૧૧ / ૦૮ / ૨૦૨૦ શ્રીમતિ સુજાતા મજમુદાર પોલીસ અધિક્ષકશ્રી જી . તાપી તથા શ્રી આર. એલ. માવાણી નાયબ પોલીસ અધિક્ષકશ્રી વ્યારા વિભાગ વ્યારા નાઓએ તાપી જીલ્લામાંથી પ્રોહી જુગાર અંગેની પ્રવૃત્તિને ડામવા સારૂ સુચના આપેલ હોય શ્રી ડી.એસ.લાડ I / C પોલીસ ઇન્સ્પેકટર લોકલ ફાઈમ બ્રાન્ચ જી.તાપી નાઓ તથા અ.પો.કો. વિનોદભાઈ પ્રતાપભાઈ તથા અન્ય પોલીસ કર્મચારીઓ સાથે તા. 11/08/20 ના રોજ નાઈટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.પો.કો. વિનોદભાઈ પ્રતાપભાઈ નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે, દિલીપભાઈ જાદવભાઈ કાલરીયા હાલ રહે. વ્યારા મીરા રેસિડેન્સી કાનપુરા તા.વ્યારા જી.તાપી મુળ રહે.ખિરસરા ગામ તા.જેતપુર જી . રાજકોટ નાઓની મૌજ ચોરવાડ ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 53 ઉપર આવેલ માંડળ ટોલનાકાની બાજુમાં સોનગઢ વ્યારા ટ્રેકની બાજુમાં આવેલ હોટલ શ્રી ખોડીયાર કાઠીયાવાડીના મકાનના રૂમમાં હોટલ સંચાલક શ્રી મનદીપભાઈ દિલીપભાઈ કાલરીયા હાલ રહે . A / ૬૦ વ્યારા મીરા રેસિડેન્સી કાનપુરા તા.વ્યારા જી . તાપી મુળ રહે.ખિરસરા ગામ તા.જેતપુર જી.રાજકોટ ના પૈસા વતી કેટલાક ઇસમો સાથે ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી રમાડી રહેલ છે તેવી ચોક્કસ અને પાકી બાતમી આધારે ( ૧ ) મનદીપભાઈ દિલીપભાઈ કાલરીયા હાલ રહે , A૬૦ વ્યારા મીરા રેસિડેન્સી કાનપુરા તા.વ્યાસ જી.તાપી મુળ રહે.ખિરસરા ગામ તા.જેતપુર જી.રાજકોટ ( ર ) અમિતભાઈ સુરેશભાઇ ચનિયારા ઉ.વ .૩૭ હાલ રહે.મ.નં -૫૭ ડી.કે.પાર્ક સોસાયટી કાનપુરા તા.વ્યારા જી.તાપી મુળ રહે.બરડીયા ગામ તા.જામકંડોરણા જી.રાજકોટ ( ૩ ) દિવ્યેશભાઇ પરસોત્તમભાઇ પરસાણીયા ઉ.વ .૩૧ હાલ રહે . બી -૦૧ જલદર્શન રો હાઉસ વ્યારા તા , વ્યારા , જી.તાપી ( ૪ ) ચિરાગભાઈ રમેશભાઈ દેસાઈ ઉ.વ .૩૦ રહે .૪૦૩ રોયલ લકઝરીયા તળાવ રોડ વ્યારા તા.વ્યારા , તાપી ( ૫ ) નિકુંજભાઈ કાન્તિલાલ કનેરીયા ઉ.વ .૩૩ હાલ રહે . A / ૫૪ વ્યારા મીરા રેસિડેન્સી કાનપુરા તા.વ્યારા જી.તાપી મુળ રહે . ખિરસરા ગામ તા.જેતપુર જી.રાજકોટ ( ૬ ) નિમેષભાઈ કાન્તિભાઈ અમૃતિયા ઉ.વ .૨૯ રહે . મકાન નં . ૮ ડી.કે.પાર્ક સોસાયટી . કાનપુરા વ્યારા તા.વ્યારા જી.તાપી ( ૭ ) દર્શનભાઈ ભુપતભાઈ દેવવાણી ઉ.વ .૩૨ રહે . રાજકોટ નંદનવન સોસાયટી ગોંડલ ચોકડી પાસે તા.જી.રાજકોટ ( ૮ ) પ્રવિણભાઈ લીલાભાઈ ઘેટીયા ઉ.વ .૪૫ રહે.વ્યારા માલીવાડ જલારામ મંદિર પાસે તા.વ્યારા જી.તાપી નાઓને હોટલના રૂમમાં વગર લાયસન્સ પરવાના એકબીજાની મદદગારી હેઠળ તીન પત્તી ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી રમાડી દાવ ઉપર તથા અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા 1,18,700/- તથા મોબાઈલ નંગ -૮ કિ.રૂ. 42000 / – તથા જુગારના સાધનો જુગારના પાના તથા જુગાર રમવાની કેટ નંગ – ર કિ.રૂ. 00 તથા જુગાર રમવાનું પાથરણું કિ.રૂ. 00 તથા લાઈટ બીલ કિ.રૂ. 00 મળી કુલ કિ.રૂ .1,60,700/ – નો મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી સોનગઢ પોલીસને સોંપલ છે.
તાપી જીલ્લામાં આગામી જન્માષ્ટમીના તહેવારને લઈને રમાતા જુગારને ડામવામાં શ્રી ડી.એસ.લાડ i/c પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઈમ બ્રાન્ચ જી . તાપી તથા સ્ટાફની ટીમને મોટો જુગાર પકડી પાડવામાં સફળતા મળેલ છે .