આનંદો ! હેલ્મેટ અને PUC માટેની મહેતલ ૩૧ સુધી લંબાવાઈ
ટ્રાફિકના નવા નિયમોની અમલવારી માટે રાજય સરકારે તા.૧૫મી ઓકટોબર સુધીની રાહત આપી છે ત્યારે આજે રાજય સરકાર દ્વારા હેલ્મેટ, પીયુસી, એચએસઆરપી નંબરપ્લેટ માટેની સમયમર્યાદામાં વાહનચાલકોને થોડી રાહત આપતો નિર્ણય કરી તેની મુદત તા.૩૧મી ઓકટોબર સુધી લંબાવી છે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સરકારે લીધેલા નિર્ણયને લઇ લોકોને કંઇક અંશે રાહત થઇ છે. જો કે, હજુ પણ લોકોના હેલ્મેટ, લાયસન્સ સહિતના કામો આરટીઓ તંત્રમાં બાકી હોઇ તેની મુદત પણ ચાર-છ મહિના સુધી વધારવા લોકોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે. નાગરિકોએ સરકારને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, હજુ પણ લાખો નાગરિકોના લાયસન્સ, રિન્યુઅલ, ઇન્શ્યોરન્સ સહિતના કામો બાકી છે અને તે પૂર્ણ કરવામાં હજુ ઘણો સમય લાગે તેમ છે. ખુદ આરટીઓ તંત્ર પણ લોકોના ધસારાને તેમજ એકસાથે આટલા કામના ભારણને પહોંચી વળે તેમ નથી ત્યારે રાજય સરકારે વ્યવહારૂ અભિગમ અપનાવી લાયસન્સ સહિતના કામો લોકો સરળતાથી અને કોઇપણ ભાર વિના પૂર્ણ કરી શકે તે હેતુથી નવા ટ્રાફિક નિયમોની અમલવારી માટે બીજા ચાર-છ મહિનાની મુદત વધારી આપવી