આહવાનાં સરદાર બજારમાં આવેલ એક માત્ર જાહેર શૌચાલય ગંદગીથી ખદબદ : યોગ્ય સાફ સફાઈ થાય તેવી માંગ
આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ પણ આજ ગલીમાં રહી રહ્યા છે તો શું ? તેના ધ્યાન પર પણ આ નથી આવ્યું કે ?
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાનાં વડા મથક આહવાનાં સરદાર બજારમાં આવેલ એક માત્ર જાહેર શૌચાલય જે પણ ગંદગીથી ખદબદી રહેતા સ્થાનિક વેપારીઓ તથા આહવા ખાતે આવતી જનતા માટે શૌચક્રિયા માટે ખુબજ ગંભીર પરિસ્થિતિની તકલીફની હાલાકી ભોગવી રહ્યા છે.
ડાંગ જિલ્લાનાં વડા મથક આહવા કે જ્યાં ડાંગ જીલ્લા ની તમામ મોટી કચેરીઓ ડીડીઓ, કલેકટર, ડીએસપી થી માંડી અન્ય આહવા તાલુકા પંચાયતની વિવિધ કચેરીઓ આવેલી છે અને તે કચેરીઓમાં ડાંગનાં દૂર દૂર નાં ગામડાંના લોકો કોઈને કોઈ કામ અર્થે આહવા આવતા હોય છે . પરંતુ અહીં જ્યારે આહવા આવતા મહિલાઓ કે પુરુષો માટે તેમજ સ્થાનિક વેપારીઓ માટે શૌચક્રિયા કરવાની હોય ત્યારે ઘણી જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે કારણ અહીં સરદાર બજાર પાસે આવેલી એક માત્ર જાહેર શૌચાલય એટલી હદે ગંદકી થી ખદબદી રહી છે કે ત્યાં કોઈ શૌચક્રિયા કરવા પણ જતા નથી કહેવા કે આ શબ્દો લખવા પણ શરમ સાથે દુઃખ પણ થાય છે પણ શું ? કરીએ કે જ્યાં પુરુષો તો જ્યાં ત્યાં ઊભા રહી શૌચક્રિયા કરી લેતાં હોય છે પણ બિચારી મહિલાઓ માટે કેટલી તકલીફ થઈ રહી છે તે તો મહિલાઓ જ જાણે. જ્યાં ડાંગનાં મોટા અધિકારીઓ માટે તો એરકંડિશન શૌચાલય બનાવેલા જ હોય છે પણ અહીં સ્થાનિક લેવલે રહેતા લોકોના રાજકીય સેવકો પોતાને કહેવડાવતા એવા નેતાઓ પણ હજી ઉંઘમાં જ છે તેમ લાગી રહ્યું છે અને આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ પણ આજ ગલીમાં રહી રહ્યા છે તો શું ? તેના ધ્યાન પર પણ આ નથી આવ્યું કે ? તે એક મોટો સવાલ ચર્ચાઈ રહેલ છે એક તરફ મોદી સરકાર ‘ સ્વચ્છ ભારત ‘ નાં નારા આપી રહી છે અને અહી આ એક પ્રશ્ન લોકો માટે સતાવી રહ્યો છે તેનું નિરાકરણ આવેલ નથી. આહવા ગ્રામ પંચાયત મારફતે દરરોજ દરેક ફૂટપાથ પર બેસેલા નાંના શાકભાજી કે અન્ય લારી- ગલ્લા વાળા પાસે રૂ. ૧૦ ની રસીદ સફાઈ વેરા તરીકે ઉઘરાવવામાં આવે છે અને લોક ચર્ચા મુજબ આની દરરોજ ની આવક અંદાજીત લગભગ ચાર – પાંચ હજાર ની આવતી હોય છે તો શું ? ગ્રામ પંચાયતના આ ભંડોળ માંથી આ એકમાત્ર આવેલી જાહેર શૌચાલય સાફ સફાઈ નથી થઈ શકે કે ? તેમ સ્થાનિકોમાં ચર્ચાઈ રહેવા પામેલ છે ત્યારે આ બાબતે સબંધિત તંત્ર અને તાલુકા પંચાયત- ગ્રામ પંચાયતનાં હોદ્દેદારો પણ ગંભીરતા લઈ યોગ્ય સાફ સફાઈ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે