આજે ડાંગ જિલ્લામાં નોંધાયો એક “કોરોના” કેસ
જિલ્લામાં કુલ ૩૧ પૈકી ૧૩ એક્ટિવ કેસ : ૧૮ દર્દીઓ સ્વસ્થ થતા અપાઈ રજા
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ: તા: ૬: “કોરોના”ના સંક્રમણ વચ્ચે ડાંગ જિલ્લામાં આજે વધુ એક “કોરોના” પોઝેટિવ કેસો સામે આવવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વઘઇ તાલુકાના જામનપાડા ગામે એક ૨૩ વર્ષિય યુવકનો “કોરોના” ટેસ્ટ પોઝેટિવ આવ્યો છે.
ડાંગમાં વધતા “કોરોના” ના કેસ બાબતે પ્રજાજનોને જાગૃતિ કેળવવા સાથે સરકારના માર્ગદર્શન મુજબ માસ્ક તથા સેનેટાઈઝરના નિયમિત ઉપયોગ, અને સોશિયલ ડિસ્ટનસિંગ નું ચુસ્ત પણે પાલન કરવાની અપીલ સાથે, જિલ્લા વહીવટી તંત્રે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે, આજના આ એક કેસ સાથે ડાંગ જિલ્લામાં કુલ ૩૧ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી ૧૮ દર્દીઓ સાજા થતા તેમને નિયમોનુસાર ડિસ્ચાર્જ કરાયા છે, જયારે આજે આ લખાઈ રહ્યું છે, ત્યારે જિલ્લામાં ૧૩ એક્ટિવ કેસો રહ્યા છે, જેમને આરોગ્ય વિભાગ દ્વારા નિયમોનુસાર આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
–