ગુજરાતમાં 1 ઓગસ્ટ, 2020થી માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થૂંકનાર પાસેથી 500 રૂપિયા દંડ લેવાશે

ફાઈલ ફોટો
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): ગુજરાતમાં કોરોના ના કેસ સતત વધી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં નિયમો સાથે છૂટછાટ આપવામાં આવી છે પરંતુ કેટલાક લોકો સરકાર દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરતા હોય છે ત્યારે ત્યાર સુધી માસ્ક નહિ પહેરનાર અને જાહેરમાં થૂંકનાર પાસેથી રૂપિયા 200 લેખે દંડ લેવામાં આવતો હતો પરંતુ હવે 1 ઓગસ્ટથી માસ્ક નહીં પહેરનાર અને શહેરમાં થૂંકનાર પાસેથી રૂ.500 લેખે દંડ લેવામાં આવશે.
નાગરિકો અને પ્રજાજનોને સરળતાથી માસ્ક ઉપલબ્ધ થઈ શકે એ હેતુસર રાજ્યભરના અમૂલ પાર્લર પરથી માત્ર બે રૂપિયાની કિંમતે સાદાં માસ્ક નાગરિકોને મળી રહેશે એવું મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વિટ કરી જણાવ્યું હતું.