“સાવચેતી એ જ સુરક્ષા” :  “કોરોના”ના સંક્રમણ સામે રક્ષણ આપતી વિવિધ સંરક્ષણ હરોળ 

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ; તા; ૨૩ ; “કોરોના”નો કહેર કહો કે ડર. ચારે કોર જયારે અસલામતીનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે ત્યારે “સાવચેતી એ જ સુરક્ષા”નો મંત્ર અપનાવીને વ્યક્તિ પોતે સ્વસ્થ રહીને અન્યોને પણ સ્વસ્થ અને સુરક્ષિત રાખી શકે છે. ડાંગ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આવા જ સંદેશ સાથે પ્રજાજનોમાં વ્યાપક જાગૃતિ કેળવાય તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે. જે મુજબ,

સંરક્ષણની પ્રથમ હરોળ ;
• હાથને વારંવાર સાબુ કે નવસેકા પાણીથી ધોવા,
• હળદર, મીઠાવાળા નવસેકા પાણીના કોગળા કરવા,
• નાકમાં ગાયના ઘી કે તલના તેલના બે બે ટીપા નાખવા,
• ઘરમાં લીમડાના પાન, ગાયના છાણા, ગાયનું ઘી, લોબાન, કપૂર, ગુગલ વિગેરેનો ધૂપ ખાસ કરીને સૂર્યોદય અને સુર્યાસ્ત સમયે કરવો,
• ઘરની અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી,
• માસ્ક પહેરવો,
• વિશેષ કરીને હાથની સફાઈ માટે તકેદારી રાખવી અને બિનજરૂરી આંખ, નાક, અને મોઢાનો સ્પર્શ હાથથી વારંવાર ના કરવો,
• શરદી, ખાંસીના દર્દીઓથી અંતર રાખવું,
• બહારનો અને વાસી ખોરાક ટાળવો. ગરમ અને હલકો ખોરાક લેવો,
• ઈંડા તેમજ સી ફૂડનો સદંતર ત્યાગ કરવો, અને બને તો માંસાહારનો પણ ત્યાગ કરવો,
• જંગલી તેમજ પાલતુ પ્રાણીઓનો અસલામત સંપર્ક ટાળવો,
• બીમાર પ્રાણીઓ સાથે મુસાફરી ટાળવી,
• બાજરાના લોટ અને ઘઉંની રાબ પીવી, મગ-ચણા અને કળથી નો ગરમ સૂપ પીવો,
• શાકભાજીમા કરેલા, પરવળ, કાચા મૂળા, દુધી, સરગવો, આદુ, હળદર, લસણ, ડુંગળી અને ફુદીનો લેવા,

સંરક્ષણની દ્વિતીય હરોળ ;
• કવાથ ; પથ્યાદીકવાથ, દશમૂળ કવાથ, નિમ્બત્વક ; પ્રક્ષેપ ત્રીકટુ
• તુલસીના બે ચમચી રસમાં બે મરીનો પાવડર નાખી સવાર-સાંજ લેવો,
• ઔષધસિદ્ધ જળ ; સુંઠ-૧ ચમચી અને નાગરમોથ-૧ ચમચી ને ૧૦ ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકાળી ૫ ગ્લાસ રહે ત્યારે ગાળવુ. જરૂરિયાત મુજબ નવસેકું પીવું,
• ધૂપન દ્રવ્યો ; સલાઈ ગુગળ ૫૦ ગ્રામ, ઘોડાવાજ ૧૦ ગ્રામ, સરવર ૧૦ ગ્રામ, લીમડાના પાન ૧૦ ગ્રામ, અને ગાયનું ઘી ૨૦ ગ્રામ નું મિશ્રણ બનાવી ઈલેક્ટ્રીકલ ધુપેલીયા અથવા ગાયના સુકાયેલા છાણમાં સૂર્યોદય અને સુર્યાસ્ત સમયે ધૂપ કરવો,
• નાગરવેલ ના પાન નું સેવન પણ હિતકારી છે,
• રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો દરેક વાયરસજન્ય રોગથી બચી શકાય તે માટે ગળો, કરીયાતું, સંશમની વટી, તેમજ અમૃત પેય ઉકાળો દરરોજ તાજો બનાવીને પીવો,
• રાત્રે સુતા પહેલા હળદર ફાન્કવી અને પાણી પીવું નહિ,
• ઉકળતા પાણીમાં અજમો નાખી નાસ લેવો,
• જરૂરિયાત મુજબ નિષ્ણાતો, તજજ્ઞોની સલાહ લેવી,

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં આયુર્વેદિક સ્વાસ્થ્ય રક્ષામૃત “અમૃત પેય”ઉકાળો સરકારી આયુર્વેદ દવાખાનાઓ આહવા તાલુકામાં પાંડવા, ચિંચલી, ગલકુંડ ખાતે, વઘઈ તાલુકામાં માંન્મોડી અને રંભાસ ખાતે, તથા સુબીર તાલુકામાં બરડીપાડા ખાતે થી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે, જેનો પ્રજાજનોને લાભ લેવા સરકારી આયુર્વેદ હોસ્પિટલ-આહવાના વૈધ (પંચકર્મ) બર્થા પટેલ દ્વારા જણાવાયુ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *