માંગરોળ : તાલુકાની પચાસ સસ્તા અનાજની દુકાનો પરથી આજે તાલુકાના ૨૬ હજાર પરિવારોને ચોથી વખત વિનામૂલ્યે અનાજનું વિતરણ શરૂ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : જયારથી કોરોનાની મહામારી ઉભી થવા પામી છે જેને પગલે સરકાર તરફથી લોકડાઉન પણ જાહેર કરવામાં આવ્યા હતા, જેથી રોજગારી, કામધંધા બંધ થઈ જતાં ખાસ કરીને મજૂરવર્ગ માટે બે ટાઇમનું ભોજન માટે પણ ફાંફા ઉભા થતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ગરીબ પરિવારો માટે વીનાં મૂલીયે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો મારફતે અનાજ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું આજદિન સુધીમાં સરકારે ત્રણ વખત વીનાં મૂલીયે અનાજ આપ્યું છે, અને આજથી ચોથી વખત વિનામૂલ્યે અનાજ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. માંગરોળ તાલુકામાં કુલ પચાસ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો આવેલી છે, આ દુકાનો મારફતે તાલુકાનાં કુલ ૨૬ હજાર કરતાં વધુ નેફસા અને નોન નેફસા (બી.પી.એલ.) રેશનકાર્ડ ધારકોને આ અનાજ મળશે, આજે વહેલી સવારથી જ રેશનકાર્ડ ધારકની દુકાનો પણ લાંબી કતારો જોવા મળી હતી, માંગરોળ મામલતદાર કચેરીનાં નાયબ મામલતદાર પુરવઠા વિભાગના ગીરીશભાઈ પરમાર તરફથી તમામ દુકાનો ઉપર અનાજનો પૂરતો જથ્થો મોકલી આપવામાં આવ્યો છે સાથેજ દુકાનો ઉપર સોશિયલ ડિસ્ટ્રાન્સ અને સેનેતાઇઝરનો ઉપયોગ કરવા પણ જણાવાયું છે.