તાપી જિલ્લાના ઔદ્યોગિક એકમોને કોરોના સબંધિત માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા કલેકટરની સુચના

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(માહિતિ વિભાગ દ્વારા, વ્યારા) :  વ્યારા;મંગળવાર: રાજ્યમાં નોવલ કોરોના સંદર્ભે પહેલી જુલાઈથી લાગુ કરવામાં આવેલ અનલોક-૨ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકાનો તાપી જિલ્લાના ઔદ્યોગિક એકમોએ ચુસ્તપણે અમલ કરવા કલેક્ટરશ્રી આર.જે.હાલાણી દ્વારા સુચના આપવામાં આવી છે. આ માટે શ્રમ અને રોજગાર વિભાગ સહિત સબંધિત વિભાગોના અધિકારીઓ જિલ્લામાં આવેલ સબંધિત ઔદ્યોગિક એકમોનું ચેકિંગ કરશે કે આ ઉદ્યોગ એકમના પ્રવેશ દ્વારે સોશ્યલ ડીસ્ટનીંગ જાળવીને પ્રવેશ અપાય છે, ઉદ્યોગના પ્રિમાઈસીઝને નિયમિતપણે સેનિટાઈઝ કરાય છે, એકમમાં પ્રવેશતા દરેક વ્યક્તિનું થર્મલ સ્ક્રિનીંગ કરાય છે, દરેક વ્યક્તિ માસ્ક પહેરે છે, કામના સ્થળ લીફ્ટ,સીડી વગેરે જ્ગ્યા પર સોશ્યલ ડીસ્ટન્સ જળવાય છે, જમવાની જ્ગ્યાએ વધુ લોકો ભેગા ન થવા દેવા, જમવાની રીસેસ એકી સાથે ન આપતા વારા ફરતી થોડા થોડા વ્યક્તિઓને રીસેસ આપવી, પ્રાથમિક મેડીકલ સારવારની ઉપલબ્ધી, શારિરીક અશક્ત કે તાવ આવતો હોય તેવાતેવા શ્રમયોગીઓને કામ પર ન બોલાવવા, કોરોનાની સારવાર માટે સરકાર દ્વારા અધિકૃત કરેલ હોસ્પિટલનું લીસ્ટ પ્રદર્શિત કરવું, કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા શ્રમયોગીઓને કામ પર ન બોલાવવા તથ બીન જરૂરી મુલાકાતીઓને એકમમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવો, એકમમાં કામ કરતા તમામ શ્રમયોગીઓના વિમા ઉતરાવેલ છે તેની ચકાસણી કરવી જેવી બાબતોની ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવશે. જે ઉધોગિક એકમ દ્વારા આ તમામ બાબતોનું પાલન નહીં કરવામાં આવતુ હોવાનું જણાશે તો તેની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે જેની જિલ્લાના તમામ ઔદ્યોગિક એકમોએ નોંધ લેવી.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *