તાપી જીલ્લાના ખેડુતો ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) :  વ્યારા;મંગળવાર: જિલ્લા ખેતીવાડી અધિકારી તાપીના જણાવ્યા મુજબ તાપી જિલ્લાના ખેડુતોએ ખેતીવાડી ખાતાની વિવિધ સહાયિત યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. જે અન્વયે વર્ષ: ૨૦૨૦-૨૧માં ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે અનુ. જાતિ અને અનુ.જનજાતિના ખેડૂતોને શેરડી પાકના વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે ૧૦ % સહાય યોજના હેઠળ શેરડી પાકનાં પ્રતિ હેક્ટર વાવેતર દીઠ રૂ.૧૦,૦૦૦/- સહાય, વધુમાં વધુ બે હેક્ટર માટે, (૨) ઉપર મુજબનાં “શેરડી પાકનાં વાવેતર માટે સહાય” ઘટક હેઠળ લાભ મેળવેલ હોય તેવા લાભાર્થી ખેડૂત પ્રતિ હેક્ટર જો ૭૦ મે.ટન કરતાં વધુ શેરડી પાકનું ઉત્પાદન મેળવે તો ૭૦ મે.ટનથી જે વધારે ઉત્પાદન થયેલ હોય તે માટે વેચાણ ભાવ મુજબ પ્રતિ મે.ટન ૧૦% રકમની પ્રોત્સાહક સહાય, વધુમાં વધુ બે હેક્ટર માટે ઘટકો જેવા કે અનુ. જાતિ અને અનુ.જનજાતિના ખેડૂતોને શેરડી પાકનાં વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે ૧૦ % સહાય માટે તા: ૩૧/૧૨/૨૦૨૦ સુધી ઓનલાઇન અરજી કરવાની થાય છે.
સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ (સીમાન્ત ખેડુતો/ ખેત મજુરો માટે) યોજના હેઠળ જિલ્લાના સીમાન્ત ખેડુતો અને ખેત મજુરોને કુલ ખર્ચના ૯૦% અથવા રૂ.૧૦,૦૦૦/- (દશ હજાર) બે માંથી જે ઓછુ હોય તે, જેમાં (૧)સાઇન્થ (૨)સીડ ડીબલર (૩)વ્હીલ હો (સીંગલ વ્હીલ)-કીટસ સાથે (૪)ઓટોમેટીક ઓરણી (એક હાર) (૫)વ્હીલ-બરો (૬)ફ્રુટ કેચર (વેડો) (૭) ફ્રુટ કટર (૮)સી કટર (૯) વેજીટેબલ પ્લાન્ટર (૧૦)પેડી વિડર (૧૧) પેડી પેડલ થ્રેસર (૧૨)કોઇતા (૧૩)સુગરકેન બડ કટર (૧૪)પ્રુનીંગ શો (૧૫) અનવીલટ્રી બ્રાન્ચ લુપર (૧૬) એડજસ્ટેબલ ટ્રી લુપર (૧૭)વ્હીલહો (ડબલ વ્હીલ)- કીટસ સાથે (૧૮) મેન્યુઅલ પેડી સીડર સાધનોનો સમાવેશ થાય છે. જેમાં સહાય મેળવવા માટે તા.૧૯/૦૭/૨૦૨૦ થી ૩૧/૦૮/૨૦૨૦ સુધી ઓનલાઇન અરજી કરવાની થાય છે.
મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ પાક સંગ્રહ સ્ટ્રક્ચર(ગોડાઉન) યોજના હેઠળ ખેડૂત લાભાર્થીને કુલ ખર્ચના ૩૦ ટકા અથવા રૂ. ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) બે માંથી જે ઓછુ હોય તે (બે હ્પ્તામાં: પ્રથમ હપ્તો: પ્લીન્થ લેવલનું કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અને બીજો અને આખરી હપ્તો: પાક સંગ્રહ સ્ટ્રકચરનું સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અથવા બાકી રહેતી સહાય). આ યોજના હેઠળ ન્યુન્યતમ ૩૩૦ ચો.ફુટ નું કોન્ક્રીટ અને જી.આઇ. શીટની છતનું પ્રી-ફેબ્રીકેટેડ સ્ટ્રચર પણ માન્ય ગણાશે. તથા “કિસાન પરિવહન યોજના” હેઠળ લાભ લેવા માટે તા.૧૫/૦૮/૨૦૨૦ સુધી ઓનલાઇન અરજી કરવાની થાય છે.
ઉપરોક્ત તમામ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ ikhedut.gujarat.gov.in પર ખેડુત મિત્રો અરજીઓ કરી શકે તે માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે. જેથી વિવિધ ખેતીલક્ષી સહાય મેળવવા ઉપર જણાવેલ સમય મર્યાદામાં દરેક ખેડૂતોએ અરજી કરવા માટે (૧) ૭/૧૨, ૮અ (૨) બેંક ખાતુ અધારકાર્ડ સાથે લીંક કરાવેલ હોય તેવી બેંક પાસબુકની નકલ (IFSC CODE સાથે) (૩) આધારકાર્ડની નકલ, જેવા સાધનિક કાગળો જરૂરી છે. ગ્રામ પંચાયતમાં જઈને VCE (કોમ્પ્યુટર ઓપરેટર) દ્વારા ઓનલાઈન અરજી કરીને, લાગુ પડતા ખેતીવાડીના ગ્રામસેવકને અરજી કર્યાના દિન-૭માં જરૂરી પુરાવા સાથે અરજી જમા કરાવવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવે છે. …….

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *