વાલોડ તાલુકામાં આજરોજ બપોર સુધી એક સાથે ચાર કેસો નોંધાયા: જીલ્લામાં કુલ 90 કેસો થયા
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ બપોર સુધી કોરોનાનાં કુલ 4 કેસો નોંધાતાં જિલ્લામાં કુલ કેસો વધીને 90 ઉપર પહોંચ્યા છે. જ્યારે જિલ્લામાં કુલ 38 એકટીવ કેસો છે.
આજે બપોર સુધી નોંધાયેલ 4 કેસો નીચે મુજબ છે. વાલોડ તાલુકાંનાં દાદરીયાનાં નિશાળ ફળિયામાં રહેતા 44 વર્ષીય પુરુષ, વાલોડ તાલુકાના બુહારીનાં ઉધ્યોગવાડીમાં રહેતા 30 વર્ષીય પુરુષ, તાલુકાંનાં જ બુટવાડા ગામે નિશાળ ફળિયામાં રહેતા 25 વર્ષીય યુવક તેમજ વાલોડ તાલુકાના દેગામા ગામમાં નવા ફળિયામાં રહેતા 47 વર્ષીય પુરુષનો રિપોર્ટ આજરોજ પોઝિટિવ આવતા તેઓને વધુ સારવાર માટે ખસેડાયા છે.
આજે સાંજ સુધી બીજા પોઝિટિવ કેસો નોંધાય એવી શક્યતાઓ રહેલી છે.