દક્ષિણ ગુજરાતના ૧૯ લાખ રહેઠાણનું વિજજોડાણ ધરાવતાં વિજગ્રાહકોને ૭૨ કરોડ રૂપિયાની રાહત ડી.જી.વી.સી.એલ.એ આપી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : રાજ્ય સરકારનાં ગુજરાત આત્મનિર્ભર પેકેજ અંતર્ગત ડી.જી.વી.સી.એલ.એ દક્ષિણ ગુજરાતના ૧૯ લાખ રહેઠાણનું વિજજોડાણ ધરાવતાં વિજગ્રાહકોને ૭૨ કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી છે,આ અંગેની માહીતી ડી.જી.વી.સી.એલ.નાં એન.એ.દવે (જનરલ મેનેજર, નાણાં) વિભાગે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં ૨૫ લાખ રહેઠાણ નું વિજજોડાણ ધરાવતાં ગ્રાહકો છે,જેમાંથી આજદિન સુધીમાં ૭૦ ટકા ગ્રાહકોએ લાભ લીધો છે,એમણે જણાવ્યું કે રહેઠાણ વિજજોડાણ ધરાવતાં ગ્રાહકોને લોકડાઉન પહેલાનું રીડીંગ અને ત્યારબાદ પ્રથમ મીટર રીડીંગનાં તફાવતને પ્રતિદિન વીજ વપરાશ ગણતરી કરીને તેને તીસ દિવસથી ગુણી માસિક ૨૦૦ યુનિટ અથવા તેનાંથી ઓછું હોય તેવા રહેઠાણ વિજગ્રાહકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે, એવરેજ બીલ અંગે માહીતી આપતાં જણાવ્યું કે ઓક્ટોબર-૨૦૧૯ થી માર્ચ-૨૦૨૦ સુધીનાં છ માસના બીલનાં આધારે સરેરાશ બીલ આપવામાં આવ્યા હતા, લોકડાઉન દરમિયાન મહદઅંશે લોકો ધરે જ હતા જેથી વીજ વપરાશ પણ વધ્યો છે, ગ્રાહકો પાસેથી કોઈ વધારા નો ચાર્જ કે દર લેવામાં આવ્યો નથી, જેથી વિજબીલ ત્રણ કે ચાર ગણા હોવાનું તથ્ય ન હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું, આ પ્રસંગે આર. આર. નેયર ચીફ મેનેજર અને એન.ટી.ગામીત કન્ટ્રોલર ઓફ એકાઉન્ટન્ટ એ વીજ રાહત પ્રશ્ને વિસ્તૃત માહિતી આપી હતી.