તાપી જીલ્લાની જમીન વિકાસ નિગમની કચેરીનાં તત્કાલીન ફિલ્ડ સુપરવાઇઝર ખેંગારભાઇ કેશરભાઇ ગઢવી ઉપર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ -૧૯૮૮ ના સુધારા અધિનીયમ ૨૦૧૮ અંતર્ગત સરકારી અધિકારી / કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીત રસમો અપનાવી કે સત્તાનો દુરઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ એકત્રિત કરવાના તેમજ પોતાના સગા – સબંધી કે સ્નેહીજનોના નામે સ્થાવર / જંગમ મિલકતોમાં રોકાણ કરવા બાબતે બેનામી સંપત્તિ અંગેના ધી પ્રોહિબીશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્જકશન એક્ટ -૧૯૮૮ ( સુધારા તા .૩૧ / ૧૦ / ૨૦૧૮ ) અંગેના વધુમાં વધુ કેસો શોધી કાઢવા બ્યુરો દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે . આક્ષેપિત ખેંગારભાઇ કેશરભાઇ ગઢવી , ઉ.વ .૬૧ , તત્કાલીન ફિલ્ડ સુપરવાઇઝર ( હાલ નિવૃત ) , વર્ગ -૩ , ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરી , તાપી – વ્યારાનાઓ તથા અન્ય વિરુધ્ધ સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે , ખેત તલાવડી , સીમ તલાવડી , પાણીના ટાંકા બનાવવાની કામગીરી થયેલ ગેરરીતિ બાબતેની તપાસ સુરત એ.સી.બી. એકમ સુરત તરફથી . કરવામાં આવેલ અને તપાસના અંતે સુરત ગ્રામ્ય એ.સી.બી પો.સ્ટે . માં ૦૪/૨૦૧૮ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૮,૧૦,૧૨,૧૩ ( ૧ ) ડી , ( ૧ ) ( ૨ ) ( ૩ ) તથા ભારતીય ફોજદારી ધારાની કલમ ૧૯૬૦ ની કલમ ૪૦૯,૪૬૫,૪૬૬,૪૬૭,૪૭૧,૪૭૬ ( ક ) , ૧૨૦ ( બી ) તેમજ ૩૪ મુજબનો ખેંગારભાઇ કેશરભાઇ ગઢવી , ઉ.વ .૬૧ , તત્કાલીન ફિલ્ડ સુપરવાઇઝર ( હાલ નિવૃત ) , વર્ગ -૩ , ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરી , તાપી – વ્યારાનાઓ તેમજ અન્ય સહ આરોપી વિરુધ્ધમાં દાખલ થયેલ છે . આક્ષેપિતનાઓને ઉપરોક્ત ગુનાના કામે તા .૨૭.૦૭.૨૦૧૮ ના રોજ અટક કરવામાં આવેલ અને તેઓ તા .૦૯.૦૮.૨૦૧૮ ના રોજ નામદાર સેશન્સ કોર્ટના હુકમ આધારે જામીન મુક્ત થયેલ છે . ઉપરોક્ત દાખલ થયેલ ગુના સબંધે મુખ્ય પોલીસ અધિકારી અને નિયામકશ્રી , લાંચ રૂશ્વત , વિરોધી બ્યુરોના સુચન અધારે ખેંગારભાઇ કેશરભાઇ ગઢવી , ઉ.વ .૬૧ , ફિલ્ડ સુપરવાઇઝર , વર્ગ -૩ નાઓ વિરુધ્ધ અપ્રમાણસર મિલ્કત અંગેની તપાસ હાથ ધરવા પોલીસ ઇન્સપેક્ટર , વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે . નાઓને આદેશ કરવામાં આવેલ . ત્યારબાદ શ્રી એન.પી.ગોહિલ મદદનીશ નિયામક સુરત એ.સી.બી. એકમઅનાઓએ સદર તપાસ સંભાળેલ હતી.

પ્રાથમીક તપાસ દરમિયાન આક્ષેપિત ખેંગારભાઇ કેશરભાઇ ગઢવી તથા તેમના પરીવારના સભ્યોના મિલ્કત સબંધી દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહીતી મેળવવામાં આવેલ તેમના નાણાંકીય વ્યવહારોનું વિશ્લેષણ એ.સી.બી.ના નાણાંકીય સલાહકાર અને ચાર્ટડ એકાઉટન્ટ શ્રી દ્વારા કરવામાં આવેલ , જે તપાસ સંદર્ભે મેળવેલ દસ્તાવેજી અને સ્ટેટમેન્ટ માહિતીઓ બાબતે આક્ષેપિતને અને તેમના પરીવારના સભ્યને રોકાણ અને ખર્ચના કાયદેસરની જાહેર કરેલ આવકના સ્ત્રોત સંદર્ભે તપાસ કરવામાં આવેલા છે . નામદાર ગુજરાત હાઈકોર્ટના દિશાનિર્દેશ તથા સી.બી.આઇ. ગાઇડલાઇન મુજબના એ – બી – સી – ડી પત્રક તથા આવક – ખર્ચ અંગેનુ ગ્રાફીકલ પ્રેઝન્ટેશન ( Data Visualization in Graphical Representation of Money Transaction and assets acquisition to prove nexus theory of the accused ) તૈયાર કરવામાં આવેલ , જેનું બ્યુરોના નાણાંકીય સલાહકાર દ્વારા ફોરેન્સીક એકાઉન્ટીંગ કરી નાણાકીય વ્યવહારોનું વિગતવારનું વિશ્લેષણ કરવામાં આવેલ . ખેંગારભાઇ કેશરભાઇ ગઢવી , ઉ.વ .૬૧ , તત્કાલીન ફિલ્ડ સુપરવાઇઝર ( હાલ નિવૃત ) , વર્ગ -૩ , ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરી , તાપી – વ્યારાનાઓ વિરૂદ્ધની અપ્રમાણસર મિલકતો અંગે પ્રાથમિક તપાસ કરી આક્ષેપિતની સેવા વિષયક દસ્તાવેજી માહિતી , આક્ષેપિત તથા તેઓના પરિવારજનોની સ્થાવર / જંગમ મિલકતો સબંધી દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવામાં આવેલ . જેમાં આક્ષેપિત તા .૦૧ / ૦૪ / ૨૦૧૩ થી તા .૩૦ / ૦૬ / ૨૦૧૭ સુધીના ચેક પિરીયડ દરમ્યાન પોતાના હોદ્દાની રૂએ ફરજ દરમ્યાન કાયદેસરની આવકના દેખીતા સાધનોમાંથી થયેલ કુલ આવક રૂા .૧,૫૦,૭૨,૫૦૬ / – ( અંકે એક કરોડ પચાસ લાખ બોત્તેર હજાર પાંચસો છ રૂપિયા પુરા ) જેની સામે તેઓએ કરેલ કુલ ખર્ચ / રોકાણ રૂ .૨,૭૬,૦૭,૨૧૧ / – ( અંકે બે કરોડ છોત્તેર લાખ સાત હજાર બસો અગીયાર પુરા ) થયેલ છે . જેથી તેઓ દ્વારા રૂ .૧,૦૦,૧૨,૪૭૩ / – ( અંકે એક કરોડ બાર હજાર ચારસો તોર રૂપિયા પુરા ) ની વધુ અપ્રમાણસર મિલકતો વસાવેલાનુ જણાયેલ છે . જે તેઓની કાયદેસરની આવકની સરખામણીમાં ૬૬.૪૩ % ( છાસઠ પોઈન્ટ તેતાલીસ ટકા ) જેટલું વધુ છે ..

આમ , ખેંગારભાઇ કેશરભાઇ ગઢવીનાઓએ પોતાની કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી , ઇરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે , વિવિધ ભ્રષ્ટ રીતરસમો અપનાવી , ભ્રષ્ટાચારથી નાણાં મેળવી , તે નાણાનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રીતોના નામે મિલક્તોમાં રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થતાં આક્ષેપિત ખેંગારભાઇ કેશરભાઇ ગઢવી , ઉ.વ .૬૧ , તત્કાલીન ફિલ્ડ સુપરવાઇઝર ( હાલ નિવૃત ) , વર્ગ -૩ , ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરી , તાપી – વ્યારાનાઓ વિરૂદ્ધ તપાસ કરનાર અધિકારી શ્રી એન.પી.ગોહિલ , મદદનીશ નિયામકશ્રી , સુરત એકમનાઓએ સરકાર પક્ષે ફરિયાદી બની ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ ૧૯૮૮ ( સુધારા કલમ -૨૦૧૮ ) ની કલમ ૧૩ ( ૧ ) ( બી ) તથા ૧૩ ( ૨ ) મુજબ ગુનો દાખલ કરાવેલ છે . આ ઉપરોક્ત કેસ અંગે તથા અન્ય કોઇ સરકારી અધિકારી / કર્મચારીની અપ્રમાણસર મિલકતો તથા બેનામી મિલકતો ( જેવી કે ખેતીની જમીન , પ્લોટ , મકાન , ઓફીસ , દુકાન , વાહન , બેન્ક લોકર , બેન્ક એકાઉન્ટ વિગેરે ) તથા જેમના નામે બેનામી મિલકતો વસાવવામાં આવેલ છે તેવા ઇસમોની સચોટ અને વિસ્તૃત માહિતી અંગેની તથા સરકારી અધિકારી / કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા મની લોન્ડરીંગ અંગેના વ્યવહારોની જાણ એસીબી કચેરીના ટોલ ફ્રી નં .૧૦૬૪ , ફોન નં . ૦૭૯- ૨૨૮૬૬૭૭૨ , ફેક્સ નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮ , ઈ – મેઈલઃ astdir – acb – f2 @ gujarat . gov.in , વ્હોટસએપ નં .૯૦૯૯૯૧૧૦૫૫ ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા CD દ્વારા અથવા પેનડ્રાઇવમાં પણ માહિતી મોકલવા નાગરિકોને આહવાન કરવામાં આવે છે .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other