ઓક્સિજન લાઈન, વેન્ટીલેટર સહીતની સુવિધા ધરાવતી એક હજાર પથારી ધરાવતી સુરત ખાતે ઉભી કરાયેલ કોવિડ હોસ્પિટલનું કરાયેલું લોકાર્પણ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ): દિવસે દિવસે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાંનાં કેસોમાં જંગી વધારો થઈ રહ્યો છે, સાથે જ મૃત્યુ પણ થઈ રહ્યા છે, ત્યારે શહેર અને જિલ્લાના કોરોનાંના લક્ષણ ધરાવતાં દર્દીઓને સમયસર સારવાર મળી રહે એને ધ્યાનમાં રાખી, સુરત, સીવીલ હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં ઓક્સિજન લાઇન, વેન્ટીલેટર સહીતની સુવિધા ધરાવતી એક હજાર પથારી ધરાવતી કોવિડ હોસ્પિટલનું ઇ-લોકાપર્ણ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે, ૧૫ દિવસમાં ,ગ્રાઉન્ડ ફ્લોર સાથે ૧૧ માળસ્ટેમસેલ ઇમારતમાં કોરોનાના દર્દીઓની સારવાર માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે,ઇ-લોકાર્પણ ની સાથે રાજયકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનારી એ હોસ્પિટલ ની તકતીનું અનાવરણ કર્યું હતું.ગ્રાઉન્ડ ફ્લોર સાથે આ ૧૧ માળ ની ઇમારતમાં કુલ એક હજાર બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે,હાલમાં ત્રીજા માળ સુધીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે, હવે પછી તબક્કાવાર ઉપયોગ કરવામાં આવશે,એમ તબીબી અધિકારીએ જણાવ્યું છે.