માંગરોળ તાલુકાનાં પીપોદરા ગામ નજીકથી ગટરમાંથી બિનવારસી લાશ મળી આવી
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાના પીપોદરા ગામ નજીકથી ગટરમાંથી એક લાશ મળી આવતાં કોસંબા પોલીસ ફરી એકવાર દોડતી થઈ ગઈ છે. આ બનાવની જાણ સ્થાનિકલોકોએ પ્રથમ પાલોદ આઉટ પોલીસ ચોકીને કરવામાં આવતાં, પાલોદ પોલીસ ચોકીનો સ્ટાફ ઘટનાં સ્થળે પોહચી ગયો હતો, અને ગટરમાંથી લાશ બહાર કાઢી , આ લાશનો કબજો લઈ , લાશને પી.એમ. કરવા રવાના કરી, વધુ તપાસ હાથ ધરી છે, મૃતદેહ કોનો છે ?અને ગટર માં કઈ રીતે આવ્યો ?તેની તપાસ કોસંબા પોલીસે શરૂ કરી છે, અત્રે યાદ આપવું જરૂરી છે કે ગઈ કાલે નવાપરા ખાતેથી ગટરમાંથી એક લાશ મળી હતી અને થોડા સમય અગાઉ ભાગ્યોદય હોટલ નજીકથી પણ ગટરમાંથી એક લાશ મળી આવી હતી.