જી.આઈ.પી.સી.એલ. રચિત દીપ ટ્રસ્ટ દ્વારા માંગરોળ, રેફરલ હોસ્પીટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી સેવામાં ફરી વધારો કરવામાં આવ્યો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં નાની નરોલી ગામે કાર્યરત જી. આઈ.પી. સી.એલ. કંપની રચિત દીપ ટ્રસ્ટ તરફથી તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડો. જશવંત ટી સુથાર (સ્ત્રી રોગ નિષ્ણાંત), દર શુક્રવારે, સવારે ૮ થી ૧૧ ના સમયગાળા દરમિયાન સેવા આપશે, ફિઝીશિયન સર્જનની સેવા પણ શરૂ કરવામાં આવી છે. આ સેવા ડો. રાજદીપસિંહ એમ. વાસીયા (ફિઝીશિયન સર્જન), દ્વારા પ્રતિ માસ દર મંગળવાર, ગુરુવાર અને શનિવારનાં દિવસો દરમિયાન મળી અઠવાડિયામાં કુલ 3 વીઝીટની સેવા ફિઝીશિયન દ્વારા આપવામાં આવશે, જેમનો સમય સવારે ૮ થી ૧૧ કલાકનો રહેશે. આ બંને નિષ્ણાંત તબીબીની સેવાઓ દરેક લાભાર્થીને વિનામૂલ્યે આપવામાં આવશે. આ તબીબોનો પગાર દીપ ટ્રસ્ટ ભોગવશે. તાલુકાની જનતાને આ સેવાનો લાભ લેવા દીપ ટ્રસ્ટનાં સી.ઈ.ઓ. નરેન્દ્રભાઈ પરમારે જણાવ્યું છે.