તાપી જીલ્લામાં વ્યારાનાં ત્રણ અને વાલોડમાં બે કેસો મળી આજે કુલ પાંચ કોરોના કેસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં વ્યારા નગર ખાતે આજરોજ બપોર સુધી ત્રણ નવા કોરોનના કેસો સામે આવ્યા છે. જ્યારે વાલોડ તાલુકામાં બે નવા કેસો મળી આજરોજ જીલ્લામાં કુલ પાંચ કેસો સામે આવ્યા છે.
આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવની સંખ્યા 72 થઇ છે, જેમાંથી 40 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા છે. હાલ જીલ્લામાં કુલ 32 કેસ એક્ટીવ છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને હોમ ક્વોરોનન્ટીન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું છે.
વ્યારા નગરમાં ત્રણ કેસ
૧) ૬૬ વર્ષિય પુરુષ –ગૉલવાડ ,તા.વ્યારા
૨) ૪૨ વર્ષિય મહિલા-માલીવાડ,તા.વ્યારા
૩) ૫૭ વર્ષિય મહિલા-,હરીપુરા તા.વ્યારા
વાલોડ તાલુકામાં બે નવા કેસો
1) ૫૨ વર્ષિય પુરુષ –કાજી ફળીયુ ,તા.વાલોડ
2) ૩૫ વર્ષિય પુરુષ –વાલોડ ચાર રસ્તા ,તા.વાલોડ