તાપી આર.ટી.ઓ. કચેરી દ્વારા ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓક્સન શરૂ
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા;શુક્રવાર: એ.આર.ટી.ઓ કચેરી વ્યારા દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓક્સન શરૂ કરવામાં આવેલ છે. જે મુજબ મોટર-સાયકલ માટેના નંબર માટેની સીરીઝ GJ-26-AA,Q,R,S તેમજ ફોર વ્હીલર માટે GJ-26-AB (RE-AUCTION) માટે શરુ કરવામાં આવનાર છે. ઈચ્છા ધરાવનાર વાહન માલીકો તેમના વાહનનો રજીસ્ટ્રેશન કરાવી ઓનલાઈન http://parivahan.gov.in//fancy પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે. જે અન્વયે તા.૧૭/૦૭૨૦૨૦ થી ૧૯/૦૭/૨૦૨૦ સુધીના રોજ RE-AUCTION ઓનલાઈન માટે ફોર્મ રજીસ્ટ્રેશન કરાવી અને એપ્લિકેશન કરવાની રહેશે.
તા.૧૯/૦૭/૨૦૨૦થી૨૧/૦૭/૨૦૨૦ના રોજ ઈ-ઓકશનનું બિડીંગ ઓપન થશે.તા ૨૨/૦૭/૨૦૨૦ના રોજ ફોર્મ અત્રેની કચેરીએ જમા કરવાના રહેશે. ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ ઉપર દર્શાવેલ વેબ સાઈટ ઉપર જઈને સી.એન.એ. ફોર્મ વાહન ખરીદીના સાત(૭) દિવસમાં અચુક ઓનલાઈન ભરી દેવાનું રહેશે. વાહન સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.
…….