માંગરોળ : ઝંખવાવ ખાતે માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોજ બે વાગ્યા સુધી ખુલ્લી રહેશે : બાકીની તમામ દુકાનો-ગલ્લા બંધ રહેશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ): ગ્રામ્ય વિસ્તારોમાં પણ દિવસે દિવસે કોરોનાં નાં કેસો વધી રહ્યા છે, ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં અર્ધો બોપોરનો લોકડાઉન પાડવાનું ગ્રામ પંચાયતો તરફથી નક્કી કરવામાં આવી રહ્યું છે,તારીખ ૧૪ મી જુલાઈથી માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામનાં બઝારોમાં આવેલી આવશ્યક સેવાઓ જેવીકે કરીયાળુ, શાકભાજી, ફળ,દૂધ ડેરી, મેડીકલ સ્ટોર, પ્રોવીઝન સ્ટોર સવારે ૭ થી બોપોરે ૨ વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકશે,આ સિવાયની તમામ દુકાનો-ગલ્લા ઓ બંધ રાખવાની રહેશે, વેપારીઓએ હાથ મોજા અને સેનેતાઇઝર નો ઉપયોગ ફરજીયાત કરવાનો રહેશે,આવનાર ગ્રાહકોની ફરજીયાત યાદી બનાવવાની રહેશે,બેંકનાં કામ માટે આવનારે એક મીટરનું અંતર રાખવાનું રહેશે. આ નિયમોનું પાલન ન કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એમ ગ્રામ પંચાયતે લેખિતમાં જણાવ્યું છે.
———————————————————————
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ગુજરાત રક્ષા ન્યૂઝ – Gujarat Raksha News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ગુજરાત રક્ષા ન્યૂઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Gujarat Raksha સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=in.aaaonlineservices.gujaratraksha