અંકલેશ્વર ખાતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સંદર્ભે ઘોડાગાડી, સાયકલો તેમજ લારી પર મોટરસાયકલ ચઢાવી ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન
(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ થરાદ વિધાનસભાના ધારાસભ્યશ્રી ગુલાબસિંહ રાજપૂતના આદેશથી અને ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર ખાતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સંદર્ભે ઘોડાગાડી, સાયકલો તેમજ લારી પર મોટરસાયકલ ચઢાવી ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય બજાર માં ક્રૂડ ઓઇલનો ભાવ નિમ્ન સ્તરે હોવા છતાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા વારંવાર પેટ્રોલ/ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવે છે, એક સમયે આંતરરાષ્ટ્રીય લેવલે 140 ડોલર પ્રતિ બેરલ નો ભાવ હતો ત્યારે કેન્દ્ર ની તે સમય ની કોંગ્રેસ શાસિત યુપીએ સરકાર 79 રૂપિયા માં પેટ્રોલ આપી સકતી હોય તો આજ રોજ આંતરરાષ્ટ્રીય લેવલે જયારે ક્રૂડ ઓઇલના ભાવ નિમ્ન સ્તરે હોવા છતાં કેન્દ્રની મોદી સરકાર જનતાના ગજવા ખંખેરવાનો પ્રયાસ કરી રહી છે, જેના સંદર્ભે ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ થરાદ વિધાનસભાના ધારાસભ્યશ્રી ગુલાબસિંહ રાજપૂતના આદેશથી અને ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ ના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર ખાતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સંદર્ભે ઘોડાગાડી, સાયકલો તેમજ લારી પર મોટરસાયકલ ચઢાવી ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જે પ્રસંગે પભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ના મહામંત્રી વસીમ ફડવાલા, નગરપાલિકા વિપક્ષના ઉપનેતા શરીફ કાનુગા, પ્રતીક કાયસ્થ, પ્રદેશ મંત્રી સોયેબ શેખ,બાલુ ભાઈ પટેલ, શૈલેન્દ્ર સિંહ, ઇમરાન પટેલ વિગેરે કાર્યકરો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
———————————————————————
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ગુજરાત રક્ષા ન્યૂઝ – Gujarat Raksha News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ગુજરાત રક્ષા ન્યૂઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Gujarat Raksha સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=in.aaaonlineservices.gujaratraksha