વ્યારા ચીખલી નાકા પાસેથી પોલીસે બાતમી આધારે 60, 000/-દારૂ ભરેલ જીપ કંપાસ ગાડી ઝડપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાનાં ના. પો અધિકારીશ્રી માવાણીસાહેબ તથા વસાવાસાહેબ I/c પી આઈ વ્યારા પોલીસ સ્ટેશન તથા વ્યારા પોલીસે બાતમી આધારે 60, 000/-દારૂ ભરેલ જીપ કંપાસ ગાડી વ્યારા ચીખલી નાકા પાસે પકડી પાડી હતી.
ગત તા. 11મી જુલાઈનાં રોજ રાત્રે 10/15 વાગે વ્યારા નગરનાં ચીખલી નાકાત્રણ રસ્તા પાસે ના. પો અધિકારીશ્રી માવાણીસાહેબ તથા વસાવાસાહેબ I/c પી આઈ વ્યારા પોલીસ સ્ટેશન તથા વ્યારા પોલીસે બાતમી આધારે સિલ્વર કલરની જીપ કમ્પાસ ગાડી નં . GJ – 19 – AM – 4438 ના ચાલક – બનેસિંગ હરિસિંગ મીના હાલ રહેવાસી – રેલ્વે કોલોની ક્વાર્ટસ નં .૪ /TA ચલથાણ તા.પલસાણા જી.સુરત મુળ રહેવાસી – કરીરી ગામ તા , તોડાભીમ જી.કરોલી રાજસ્થાન નાએ પોતાના કંબજાની જીપ કમ્પાસ નં . GJ – 19 – AM – 4438 કિ.રૂ .૧૦,૦૦,૦૦૦ / – માં ભારતીય બનાવટની દારૂની બોટલો તથા ટીન બિયર ભરેલ બોક્ષ નંગ -૨૨ કુલ બોટલ તથા ટીન નંગ -૮૪૦ જેની કિ.રૂ. / ૬૦,૦૦૦ / – તથા મોબાઈલ નંગ -૧ કિ.રૂ .૫,૦૦૦ / – તથા ગાડીના બીલ અને ઓળખ કાર્ડની ઝેરોક્ષ નકલ કિ.રૂ .૦૦ / ૦૦ મળી કુલ કિ.રૂ .૧૦,૬૫,૦૦૦ / – નો પ્રોહી મુદ્દામાલ – નવાપુર અગ્રવાલ વાઇનશોપ માંથી ભરી સદર . પ્રોહી મુદ્દામાલ – સંજય સોનવણે રહે- ચલથાણ જેના પુરા નામ સરનામાની ખબર નથી . જેનો મો.નં. ૯૭૨૫૦૩૬૫૮૭ નાઓને પહોચાડવા માટે ગેર કાયદેસર રીતે વહન કરી લઇ જતા પોલીસનાં હાથે પકડાઈ ગયા હતા. દારુ ભરી આપનાર અગ્રવાલ વાઇનશોપના માલિક તેમજ દારુ મંગાવનાર સંજય સોનવણે રહે- ચલથાણને વોન્ટેડ જાહેર કરાયા છે. અ.હે.કો. અનિલભાઇ રામભાઇની ફરિયાદ મુજબ વ્યારા પોલીસે પ્રોહીબીશન એકટની કલમ 65(ઈ), 81,98(2) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાની વધુ તપાસ શ્રી ડી.એસ. લાડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તાપી કરી રહ્યાં છે.
આરોપીનું નામ સરનામુ:
( ૧ ) જીપ કમ્પાસનો ચાલક – બન્નેસિંગ હરિસિંગ મીના હાલ રહેવાસી – રેલ્વે કોલોની ક્વાર્ટસ નં .૪ / TA ચલથાણ તા.પલસાણા જી.સુરત મુળ રહેવાસી – કરીરી ગામ તા.તોડાભીમ જી.કરોલી રાજસ્થાન.
વોન્ટેડ આરોપી :
1. સંજય સોનવણે રહે- ચલથાણ જેના પુરા નામ સરનામાની ખબર નથી.
2.) અગ્રવાલ વાઇનશોપના માલિક જેના નામ સરનામાની ખબર નથી