માંગરોળના વેરાકુઈ ગામના અસ્થિર મગજના યુવકનો પોતાના ગળા ઉપર બ્લેડ વડે હુમલો કરતા હાલત ગંભીર

Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામના ગભાણ ફળીયાનામાં રહેતા પ્રદીપભાઈ બાલુભાઈ ગામીત (ઉ.વ. ૧૯)નાઓએ જાતે પોતે પોતાના ઉપર બ્લેડથી હુમલો કર્યો હતો. આ પ્રદીપભાઈ પાંચ મહિનાથી અસ્થિર મગજના હતા જેથી જાતે પોતે પોતાના ઉપર બ્લેડથી ગળાનાં ભાગે બે ઘા ઝીંક્યા હતા તેમજ પોતાના હાથ ઉપર પણ બ્લેડથી ઘા કરી લીધા હતા. આ બનાઉ તા. ૦૯/૦૭/૨૦૨૦ ના રોજ રાત્રીના ૧૨ વાગ્યે આ બનાવ બન્યો હતો જેથી તાત્કાલિક સારવાર માટે ૧૦૮ ને બોલાવી ઝંખવાવ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા પરંતુ હાલત વધુ ગંભીર હોવાથી સુરત સ્મિમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other